________________
૧૨ (તુમ મુઝકો ભૂલ જાઓ, અબ હમ ન મીલ સકૅગે) ગુરૂરાજ કેરી વાણી, સજની સુણો ઉમંગે ... આત્માની જ્યોતિ જાગે, જ્ઞાની ગુરૂજી સંગે ... વીતરાગકેરી વાણી, વિરલા મનુષ્ય પાવે; એવી અમૂલ્ય વાણી, ગુરૂજી સંદા સુણાવે; વૈરાગ્યરંગે રંગે, આનંદ વ્યાપે અંગે. ગુરૂરાજ0 સંસારકેરી ગુરૂજી, બતલાવે જૂઠીમાયા; હું મારું તારું કરતા, ફોગટજીવો ફસાયા.વૈરાગ્યરંગે૦ વાગે છે માથે નોબત, યમરાજકેરી હરદમ; સાધી લો ધર્મનહીંતર, અણધાર્યો આવશે યમ.વૈરાગ્યરંગે૦ માયા-મુડી ત્યજી અહીં, પડશે થવું રવાના; અસ્થિરરંગ રાગો, ક્ષણમાં ઉડી જવાના...વૈરાગ્યરંગે૦ પ્રગટાવે જ્ઞાનદીપક, અંધારું દૂર ભાગે; લાવેછે આત્મસન્મુખ, અધ્યાત્મભાવ જાગે. વૈરાગ્યસંગે૦ સંસારદાવાનલના, સંતાપને બુઝાવે; દુ:ખિયાજીવોના દિલમાં, લાગેલા ઘા રૂઝાવે વૈરાગ્યરંગે૦ કરી ધર્મપ્રેરણાને, ઉજ્જવલ જીવન બનાવે; ગુરૂકલ્પવૃક્ષ જેવા, શિવમાર્ગને બતાવે...વૈરાગ્યરંગે૦ સહાપરિષહોને, સંયમ વિશુદ્ધ પાલે; જે આત્મજ્ઞાનકેરા, આનંદમાંહિમ્હાલે. વૈરાગ્યરંગે૦ ડૂબતી ભવોદધિમાં,નૈયાજે તારનારા; એવા ગુરૂને જંબૂવંદે છે કોટિવારા...વૈરાગ્યરંગે૦ ૧૩ (આ તો લાખેણી આંગી કહેવાય ...) આ તો લાખેણી વાણી કહેવાય, જ્ઞાની ગુરૂવરની; સુણી સાજનનાં દિલ હરખાય, જ્ઞાની ગુરૂવરની; ગુરૂમુખમાંથી આણમોલાં વચનો ખરે, જાણે શાંતસુધારસ ઝરાણાં કરે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org