________________
નમ: શ્રી મન્તરિક્ષપાર્શ્વનાથ ॥ पूज्यपादाचार्यदेवश्रीमद्विजयसिद्धि-मेघ-भुवनविजय सद्गुरुभ्यो नमः ॥
ગુરૂભક્તિ - ગદુંલી સંગ્રહ)
= "
૭
=
૧ (રાગ - જિનધર્મકા ડંકા આલમમેં બજવાદિયા વીરજિનેશ્વરને) અહિંસા પરમો ધર્મ મયી, શાસનપતાકા જગવિજયી; ગગનાંગણે જે ફરકાવે છે, વંદન હો તેહ ગુરૂવરને. ઇન્દ્રિય પંચકને સંવરતા, વળી નવવિધ બ્રહ્મગુણિધરતા; મોહરાજની ફોજ હઠાવે છે, વંદન હો તેહ ગુરૂવરને. ત્યજી ચાર કષાય ધરે સમતા, ઉપશમરસમાંહિસદારમતા; સંસારના તાપ શમાવે છે, વંદન હો તેહગુરૂવરને. અહિંસાદિ મહાવ્રત પંચ ધરે, સવિસાવદ્યયોગ કદાન કરે; જિનશાસન સોહચઢાવે છે, વંદન હો તેહગુરૂવરને. સમિતિપંચકને આદરતા, ત્રાણ ગુમિ સદાધારણ કરતા; સંયમનો રંગ લગાવે છે, વંદન હો તેહ ગુરૂવરને.
એવાછત્રીસ ગુણે સોહે, ઉપદેશે ભવિજનમનમોહે; ૨ અમૃતવૃષ્ટિ વરસાવે છે, વંદન હોતેહગુરૂવરને. કલિકાલે જિન-કેવલી વિરહે, સવિતત્ત્વતણી જે મર્મ કહે, જગદીપક પરે દીપાવે છે, વંદન હો તેહ ગુરૂવરને. શાસનનાયકશોભા સારી, પ્રભુ આશાવાહન પૂરધારી; જિનશાસનરથ ચલાવે છે, વંદન હોતેહ ગુરૂવરને. વક્તા મૌની જ્ઞાની બાની, નિશદિન રહેતા આતમરામી; શિવપુરનો પંથ બતાવે છે, વંદન હો તેહગુરૂવરને. એવા ગુરૂની આગે ગહેલી, કરતા હરતા પાતક ધૂલી; ભવિજન નિત ગુરૂગુણ ગાવે છે, વંદન હો તેહ ગુરૂવરને.
ર
6
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org