________________
પૂ. અંબાબાઈ મ.ની ગેરહાજરીમાં વડિલ ગુરુણીના સ્થાને રહી મુક્તલીલમ–શિષ્યાઓને યોગ્ય બનાવી વડિલનું સ્થાન શોભાવ્યું હતું. પૂર્વપાર્જિત શાતા વેદનીયને કારણે ૮૪ વર્ષની લાંબી આવરદા ભોગવતા વેરાવળથી વીસાવદરના લક્ષ્ય વિહાર કરતાં વીસાવદરથી સાત કિલોમીટર દૂર પ્રેમપરા ગામે પધાર્યા. પૂ. મુક્તાબાઈ મ., પૂ. લીલમબાઈ મ., પૂ. પ્રભાબાઈ મ. એ વૃદ્ધાવસ્થાને અનુરૂપ આપની સેવાસુશ્રુષા પ્રેમથી ખંતથી કરી ખૂબ ખૂબ શાતા ઉપજાવી.
ગીરનો વિહાર હોવાથી ભાવિકજનો તથા ચાર પાંચ વૈરાગી બેનો સાથે હતા. પંચમિયાના ઘરે ઉતારો હતો. રાત્રે ભક્તિરસ જામ્યો. વૈરાગી બેનોએ ચંદનબાળાનું ગીત ગાયું, સાંભળતા સાંભળતા ચંદના જેવા ઉજ્જવળ ભાવો બનાવતા, સ્વયં 'અનુભવ આનંદ પ્યારો'.... ગાતા, ભાવોની શુદ્ધિ કરતાં, ૨૦૧૮ના મહાશુદ અગિયારસના મંગળવારે રાત્રે સાડા અગિયાર વાગ્યે સમાધિ શાંતિપૂર્વક આ જગતની આખરી વિદાય લીધી યથા નામા તથા ગુણા એ ન્યાયે અંતરથી ફૂલ જેવા, પવિત્ર તથા ખુશનુમા જીવનને પ્રસન્નતાસહ પૂર્ણ કરી ગોંડલ ગચ્છની અને ગુરુવર્યોની આન, શાન વધારી અમર પંથના પ્રવાસી બન્યા.
જીવનની આવી ગરિમાને અને લાલિમાને બક્ષનાર મહાન સતીજીના જીવન કવનને અમારી શત્ શત્ કોટિ વંદના.
Jain Education International
પૂ. મુક્ત—લીલમ–ઉષાગુરુણીના સુશિષ્યા
સાધ્વી કૃપા
8
*
For Private & Personal Use Only
www.jainelibrary.org