________________
****Fp8000-ફૂલ-આમ સ્તોકાલય
છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યના બે ભેદ છે– (૧) સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણ કષાય વીતરાગ દર્શનાર્ય. (૨) બુદ્ઘબોધિત છદ્મસ્થ ક્ષીણ કષાય વીતરાગ દર્શનાર્ય.
૪
કેવળી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યના બે ભેદ છે— સયોગી કેવળી, અયોગી કેવળી. આ પ્રત્યેક ભેદના બે-બે ભેદ થાય છે– (૧) પ્રથમ સમય અને અપ્રથમ સમય. (૨) ચરમસમય અને અચરમ સમય. પ્રશ્ન-૧૭: ચારિત્રાર્ય કોને કહેવાય ?
ઉત્તર- સમ્યક્ ચારિત્રનું પાલન કરનાર મનુષ્યો ચારિત્રાર્ય કહેવાય છે. તેના બે ભેદ છે– (૧) સરાગ ચારિત્રાર્ય (૨) વીતરાગ ચારિત્ર આર્ય.
જે ચારિત્રમાં રાગાદિ કષાયનો સદ્ભાવ હોય, તેવા છઠ્ઠાથી દશમા ગુણસ્થાનવર્તી સરાગી મનુષ્યો સરાગ ચારિત્રાર્ય છે.
જે ચારિત્રમાં રાગાદિ કષાયનો અભાવ હોય, તેવા અગિયારમાથી ચૌદમા ગુણસ્થાનવર્તી વીતરાગી મનુષ્યો વીતરાગ ચારિત્રાર્ય છે.
સરાગ ચારિત્રના બે ભેદ છે– (૧) સૂક્ષ્મ કાયયુક્ત દશમા ગુણસ્થાનવર્તી મનુષ્યોનું સૂક્ષ્મ સંપરાય ચારિત્ર અને (ર) સ્થૂલ કષાય યુક્ત છઠ્ઠાથી નવમા ગુણસ્થાનવર્તી મનુષ્યોનું બાદર સંપરાય ચારિત્ર. આ બંને પ્રકારના ચારિત્રના ત્રણ-ત્રણ પ્રકારે બે-બે ભેદ થાય છે.
સૂક્ષ્મ સંપરાય ચારિત્રના બે-બે ભેદઃ– (૧) પ્રથમ સમયનું ચારિત્ર અને અપ્રથમ સમયનું ચારિત્ર. (૨) ચરમ સમયનું ચારિત્ર અને અચરમ સમયનું ચારિત્ર. (૩) સંક્લિશ્યમાન—ઉપશમ શ્રેણીથી ઉતરતા જીવોનું ચારિત્ર અને વિશુદ્ધયમાન–શ્રેણી ચઢતા જીવોનું ચારિત્ર.
બાદર સંપરાય ચારિત્રના ત્રણ-ત્રણ ભેદ :– (૧) પ્રથમ સમયનું ચારિત્ર અને અપ્રથમ સમયનું ચારિત્ર (૨) ચરમ સમયનું ચારિત્ર અને અચરમ સમયનું ચારિત્ર (૩) પ્રતિપાતી– ઉપશમ શ્રેણીગત ચારિત્ર અને અપ્રતિપાતી– ક્ષપક શ્રેણીગત ચારિત્ર.
વીતરાગ ચારિત્રાર્યના બે ભેદ છે- (૧) ઉપશાંત કષાય વીતરાગ ચારિત્રાર્ય–અગિયારમા ગુણસ્થાનવર્તી મનુષ્યોનું ચારિત્ર (૨) ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્ય–બારમાથી ચૌદમા ગુણસ્થાનવર્તી મનુષ્યોનું ચારિત્ર.
ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાર્યના બે ભેદ છે— (૧) છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્ય– બારમા ગુણસ્થાનવર્તી મનુષ્યોનું ચારિત્ર (૨) કેવળી ક્ષીણકષાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org