SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૮e CoCopC હA ફૂલ–આમ સ્તકાલય ક્ષેત્રો છે. તેમાં એક હેમવય, એક હરણ્યવય આદિ છ એ પ્રકારના એક-એક ક્ષેત્ર જબૂદ્વીપમાં છે, છએ પ્રકારના બે-બે ક્ષેત્ર ધાતકીખંડમાં અને બે-બે ક્ષેત્ર પુષ્કરાદ્ધ દ્વીપમાં છે. આ રીતે +૧+૧=૩૦ અકર્મભૂમિના ક્ષેત્રો થાય છે. પદઅંતરદ્વીપ- ચુલ્લહિમવંત વર્ષધર પર્વતના પૂર્વ અને પશ્ચિમી ચરમાન્સથી લવણ સમુદ્રમાં ચારે વિદિશામાં ક્રમશઃ૩૦૦,૪૦૦, ૫૦૦, 00, ૭૦૦, ૮૦૦, ૯૦૦યોજનના અંતરે આંતરે ક્રમશઃ સાત-સાત દ્વીપ છે. આ રીતે ચારે વિદિશાના ૭૪૪-૨૮ અંતરદ્વીપ થાય. તે જ રીતે શિખરી પર્વતના પૂર્વ અને પશ્ચિમી ચરમાન્સથી લવણ સમુદ્રમાં ચારે વિદિશામાં સાત-સાત દ્વીપ છે. ૭૪૪૨૮ અંતર દ્વિીપ છે. કુલ ૨૮૧૨૮૫૬ અંતરદ્વીપ થાય છે. આ દ્વીપો લવણ સમુદ્રમાં આંતરે-આંતરે સ્થિત હોવાથી અંતરદ્વીપ કહેવાય છે. આ રીતે ૩૦ અકર્મભૂમિ+ પ૬ અંતરદ્વીપ = ૮૬ યુગલિક ક્ષેત્રોમાં યુગલિક મનુષ્યો રહે છે. યુગલિક મનુષ્યો – સર્વ યુગલિકો પુણ્યયોગે વજ 2ષભનારા સંઘયણ અને સમચતુરસ સંસ્થાનના ધારક હોય છે. તે સ્ત્રી-પુરુષો સર્વાગ સુંદર મનોહર અને આકર્ષક દેહધારી માનવ રૂપે રહેલા દેવ કે અપ્સરા જેવા સમાન પ્રતીત થાય છે. યુગલિકોની અવગાહના – આયુષ્યઃ ક્ષેત્ર | અવગાહના | આયુષ્ય દેવકુટ–ઉત્તરકુરુક્ષેત્ર | ત્રણ ગાઉ ત્રણ પલ્યોપમ હરિવર્ષ-રમકવર્થક્ષેત્ર) બે ગાઉ બે પલ્યોપમ હેમવય–હરણ્યવયક્ષેત્ર એક ગાઉ એક પલ્યોપમ અંતરદ્વીપ | ૮૦૦ ધનુષ | પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ તેમાં યુગલિક સ્ત્રીઓની અવગાહના યુગલિક પુરુષોથી કંઈક ન્યૂન હોય છે. યુગલિકો અપર્યાપ્તાવસ્થામાં મૃત્યુ પામતા નથી. તે જીવો પુણ્યયોગે પૂર્ણ આયુષ્ય ભોગવીને જ મૃત્યુ પામે છે. ક્ષેત્ર સ્વભાવે ત્યાં સ્ત્રી-પુરુષ યુગલિક રૂપે સાથે જન્મે છે. ક્યારેય બે પુરુષ કે બે સ્ત્રીનો જન્મ સાથે થતો નથી. સાથે જન્મેલા તે યુગલ ભાઈ-બહેન રૂપે રહે છે. કાલ પરિપક્વ થતાં, પૂર્ણ યૌવનાવસ્થાને પ્રાપ્ત થતાં તે પતિ-પત્નીના સંબંધે સ્વતંત્રપણે વિચરણ કરે છે. દશ પ્રકારના કલ્પવૃક્ષના માધ્યમથી ઇચ્છાપૂર્તિ કરતાં, ભોગ-વિલાસમાં જીવન વ્યતીત કરે છે. પોતાના આયુષ્યના છ મહિના શેષ રહે ત્યારે એક યુગલને જન્મ આપે છે. સંતાનની પરિપાલના દેવકુટ–ઉત્તરકુરુક્ષેત્રમાં ૪૯ દિવસ, હરિવર્ષ– For Private & Personal Use Only - Jain Education International www.jainelibrary.org
SR No.001174
Book TitlePhool Amra Stokalay
Original Sutra AuthorN/A
AuthorLilambai Mahasati
PublisherGuru Pran Foundation Rajkot
Publication Year2005
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Canon, & Agam
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy