________________
પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે.
ક
૭૬૧૮૧ પાણી-વનસ્પતિમાં છ ભંગ. તેજોલેશી દેવો મરીને પૃથ્વી, પાણી, વનસ્પતિમાં ઉત્પન્ન થાય ત્યારે તેની અપર્યાપ્ત અવસ્થામાં જ તેજોલેશ્યા હોય છે. તેવા જીવો બહુ થોડા હોય છે અને તે જીવોને અપર્યાપ્તાવસ્થામાં જ તેજોલેશ્યા હોવાથી તે અલ્પકાલીન છે, તેથી તેમાં આહારક-અનાહારક બંને પ્રકારના જીવો અશાશ્વત હોવાથી છ ભંગ થાય છે.
શેષ ૧૯ દંડકના જીવોમાં જે જે લેશ્યા હોય તેમાં ત્રણ ભંગ થાય છે. અલેશી— સમુચ્ચય જીવો, ચૌદમા ગુણસ્થાનવર્તી મનુષ્યો અને સિદ્ધો અલેશી છે. અલેશી જીવો અનાહારક જ હોય છે.
૫. દૃષ્ટિ દ્વાર– સમ્યગ દૃષ્ટિ— સમુચ્ચય જીવોમાં અભંગ. પાંચ સ્થાવર અને ત્રણ વિકલેન્દ્રિયને છોડીને શેષ ૧૬ દંડકના જીવોમાં ત્રણ ભંગ થાય. સમ્યગ્દષ્ટિ ત્રણ વિકલેન્દ્રિયમાં છ ભંગ થાય. કેટલાક વિકલેન્દ્રિયને અપર્યાપ્ત અવસ્થામાં સાસ્વાદન સમકિત હોય છે. તેવા જીવો અલ્પ અને અલ્પકાલીન છે, તેથી તેમાં આહારક-અનાહારક બંને પ્રકારના જીવો અશાશ્વત હોવાથી છ ભંગ થાય છે. સમ્યગ્દષ્ટિ સિદ્ધો અનાહારક હોય છે. એકેન્દ્રિયમાં સમ્યગ્દષ્ટિ નથી.
મિથ્યાદષ્ટિ- પાંચ સ્થાવર જીવો અભંગક અને શેષ ૧૯ દંડકમાં ત્રણ ભંગ થાય છે. મિશ્રર્દષ્ટિ- સમુચ્ચય જીવો અને પંચેન્દ્રિયના ૧૬ દંડકના જીવો આહારક હોય છે. મિશ્રદષ્ટિ પર્યાપ્તાવસ્થામાં જ હોય તેથી તેમાં અનાહારક ભાવ હોતો નથી.
૬. સંયતદ્વાર– સંયત— સમુચ્ચય જીવો અને મનુષ્યોમાં ત્રણ ભંગ થાય છે. સંયત મનુષ્યોમાં કેવળી સમુદ્દાત અને અયોગી અવસ્થાની અપેક્ષાએ અનાહારક ભાવ હોય છે.
સંયતાસયત– સમુચ્ચય જીવો, મનુષ્યો અને તિર્યંચ પંચેન્દ્રિયો આહારક હોય છે. શ્રાવકપણું પર્યાપ્તાવસ્થામાં જ હોય તેમજ શ્રાવકપણામાં કેવળજ્ઞાન નથી તેથી તેમાં અનાહારક અવસ્થા નથી. અસંયત– સમુચ્ચય જીવો અને પાંચ સ્થાવરો અભંગક, શેષ ૧૯ દંડકના જીવોમાં ત્રણ ભંગ થાય. નોસંયત નોઅસંયત નોસંયતાસંયત— સમુચ્ચય જીવો અને સિદ્ધો અનાહારક છે.
૭. કષાય દ્વાર— સકષાયી સમુચ્ચય જીવો, પાંચ સ્થાવરો અભંગક છે, શેષ ૧૯
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only