________________
પ્રજ્ઞાપના-જીવાભિ
પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે જ ર ર ર ર ર ર ર ૧૭૧ [[લ ન સર્વ જીવોનો આહાર)
શ્રી પ્રજ્ઞાપના સૂત્રઃ પદ-ર૮/૧]) सच्चित्ताहारट्ठी केवइ, किं वा वि सव्वओ चेव । कइभागं सव्वे खलु, परिणामे चेव बोद्धव्वे ॥१॥ एगिदियसरीराई, लोमाहारो तहेव मणभक्खी ।
एएसिं तु पयाणं, विभावणा होइ कायव्वा ॥२॥ ગાથાર્થ – આ થોકડામાં ૧૧ કારના માધ્યમથી ૨૪ દંડકના જીવોમાં આહારનું વર્ણન છે. તે અગિયાર દ્વારા આ પ્રમાણે છે– (૧) સચિત્તાહાર, (૨) આહારાર્થી, (૩) કેટલા કાળે આહાર ગ્રહણ કરે? (૪) શેનો આહાર કરે છે? (૫) સર્વ આત્મ પ્રદેશોથી આહાર કરે છે. (૬) કેટલા ભાગનો આહાર કરે? (૭) શું સર્વ પુદ્ગલોનો આહાર કરે? (૮) આહાર પરિણમન (૯) એકેન્દ્રિયાદિના શરીરનો આહાર (૧૦) લોમાહારી કે પ્રક્ષેપાહારી (૧૧) ઓજાહારી કે મનોભક્ષી. આહાર – આહાર સંજ્ઞાથી પ્રેરિત જીવ, શરીર નિર્માણ કે શરીર પુષ્ટિ માટે જે પુદ્ગલોને ગ્રહણ કરે તેને આહાર કહેવામાં આવે છે. આહારના ત્રણ પ્રકાર છે. (૧) જીવ દ્વારા ગ્રહણ થતાં પુદ્ગલો સચિત્ત હોય, તો તે સચિત્તાહાર છે. (૨) જીવ દ્વારા ગ્રહણ થતાં પુદગલો અચિત્ત હોય, તો તે અચિત્તાહાર છે. (૩) જીવ દ્વારા ગ્રહણ થતાં પુદ્ગલોમાં કેટલાક સચિત્ત અને કેટલાક અચિત્ત હોય, તો તે મિશ્રાહાર છે. પ્રકાાંતરથી આહારના ત્રણ પ્રકાર છે. (૧) ઉત્પત્તિસ્થાનમાં ઉત્પત્તિના પ્રથમ સમયથી શરીર પર્યાપ્તિ પૂર્ણ થાય, ત્યાં સુધી અનાભોગ પણે જે પુદ્ગલોનું ગ્રહણ થાય, તે ઓજાહાર છે. (૨) શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછી રોમરાય દ્વારા અનાભોગપણે ગ્રહણ થતાં પુદ્ગલો લોમાહાર છે. (૩) ઇચ્છાપૂર્વક મુખમાં જેનો પ્રક્ષેપ કરાયતેમજ ઈજેક્શન કેટયુબ દ્વારા શરીરમાં જાય, તે પ્રક્ષેપાહાર છે. ઓજાહાર શરીર દ્વારા, લોમાહાર ત્વચા દ્વારા અને પ્રક્ષેપાહાર કવલાદિ દ્વારા ગ્રહણ થાય છે.
આ ત્રણ પ્રકારના આહારમાં ઓજાહાર અનાભોગપણે–ઇચ્છા વિના ગ્રહણ થાય છે, લોમાહાર આભોગપણે–ઇચ્છાપૂર્વક(નારકીની અપેક્ષાએ) અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org