________________
પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે જ નહિ. જો બિ પિ ૫૫
તે જ રીતે દર્શનાવરણીય, અંતરાય, નામ અને ગોત્ર કર્મ બાંધતા સમુચ્ચય અનેક જીવો તથા ૨૪ દંડકના અનેક જીવોમાં ૬-૬ ભંગ થાય છે, તેના કુલા ૬૪૫ કર્મ = ૩૩૦ ભંગ થાય. પ્રશ્ન– સમુચ્ચય એક જીવ વેદનીયકર્મ બાંધતા કેટલા કર્મ બાંધે? ઉત્તર- હે ગૌતમ! આઠ, સાત, છ અથવા એક કર્મ બાંધે. એક જીવમાં ચાર વિકલ્પમાંથી કોઈ પણ એક વિકલ્પ હોય છે.
એક મનુષ્ય વેદનીય કર્મ બાંધતા સાત, આઠ, છ અથવા એક કર્મ બાંધે છે. શેષ ૨૩ દંડકના પ્રત્યેક જીવ વેદનીય કર્મ બાંધતા સાત અથવા આઠ કર્મ બાંધે છે. સમુચ્ચય અનેક જીવો વેદનીય કર્મ બાંધતા આઠ, સાત, છ અથવા એક કર્મ બાંધે છે. તેમાં આઠ કર્મબંધક, સાત કર્મબંધક અને એક કર્મબંધક જીવો શાશ્વત અને છ કર્મબંધકજીવો અશાશ્વત છે. એક બંધસ્થાન અશાશ્વત હોવાથી તેમાં ત્રણ ભંગ થાય છે. (૧) સર્વ જીવો આઠ, સાત કે એક કર્મબંધક છે. (ર) ઘણા જીવો આઠ-સાત-એક કર્મબંધક અને એક જીવ છ કર્મબંધક (૩) ઘણા જીવો આઠ-સાત એક કર્મબંધક અને ઘણા જીવો છ કર્મબંધક પાંચ સ્થાવરના અનેક જીવો વેદનીય કર્મ બાંધતા સાત અથવા આઠ કર્મ બાંધે છે. બંને પ્રકારના જીવો શાશ્વત હોવાથી અભંગ છે. નારકી આદિ ૧૮ દંડકના અનેક જીવો વેદનીય કર્મ બાંધતા સાત અથવા આઠ કર્મ બાંધે છે. તેમાં સાત કર્મબંધક શાશ્વત, આઠ કર્મબંધક અશાશ્વત હોવાથી ત્રણ ભંગ થાય છે. ૧૮૪૩=૫૪ ભંગ થાય. અનેક મનુષ્યો વેદનીય કર્મને બાંધતા આઠ, સાત, છ અથવા એક કર્મ બાંધે છે. તેમાં આઠ કર્મબંધક અને છ કર્મબંધક, તે બે બંધસ્થાન અશાશ્વત હોવાથી નવ ભંગ થાય છે.
સમુચ્ચય અનેક જીવોના વેદનીય કર્મ બાંધતા ત્રણ ભંગ, નારકી આદિ ૧૮ દંડકના ૫૪ ભંગ, મનુષ્યોના નવ ભંગ, કુલ ૩+૫૪૯% ભંગ થાય. પ્રશ્ન- સમુચ્ચય એક જીવ મોહનીય કર્મ બાંધતા કેટલા કર્મ બાંધે છે? ઉત્તર- હે ગૌતમ! સાત અથવા આઠ કર્મો બાંધે છે. એક જીવમાં કોઈ પણ એક જ વિકલ્પ હોય છે. આ રીતે ર૪ દંડકના પ્રત્યેક જીવ સાત અથવા આઠ કર્મો બાંધે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org