________________
૧૪૪૨008
ફૂલ-આમ્ર સ્તોકાલય
એક શાતા વેદનીય કર્મ બાંધે છે અને ચૌદમે ગુણસ્થાને અબંધક હોય છે.
તેમાં સાત કર્મબંધક અને એક કર્મબંધક જીવો હંમેશાં પ્રાપ્ત થાય છે તેથી તે શાશ્વતા છે અને આઠ કર્મબંધક, છ કર્મબંધક અને અબંધક જીવો હંમેશાં હોતા નથી તેથી તે અશાશ્વતા છે. શાશ્વત અને અશાશ્વત જીવોના સંયોગથી તેના ૨૭ ભંગ થાય છે.
અસંયોગી આદિ ભંગોની રીત :– જ્યારે માત્ર શાશ્વત બંધ સ્થાનોવાળા જીવો હોય ત્યારે તે સર્વે ય બંધસ્થાન સાથે જ હોવાથી તેનો અસંયોગી ભંગ થાય છે. શાશ્વત બંધસ્થાનો સાથે જ્યારે એક અશાશ્વત બંધસ્થાનવાળા એક કે અનેક જીવો હોય ત્યારે દ્વિસયોગી ભંગ થાય છે. જ્યારે શાશ્વત બંધસ્થાનો સાથે બે અશાશ્વત બંધસ્થાનવાળા એક કે અનેક જીવો હોય ત્યારે ત્રિસંયોગી ભંગ થાય છે અને જ્યારે શાશ્વત બંધ સ્થાનો સાથે ત્રણ અશાશ્વત બંધસ્થાનવાળા એક કે અનેક જીવો હોય ત્યારે ચાર સંયોગી ભંગ થાય છે.
અસંયોગી એક ભંગ– સર્વ જીવો સાત કે એક કર્મબંધક હોય.
-
દ્વિસંયોગી છ ભંગ ઃ– (૧) અનેક જીવો સાત કે એક કર્મ બંધક અને એક જીવ આઠ કર્મ બંધક,
(૨) અનેક જીવો સાત કે એક કર્મ બંધક અને અનેક જીવો આઠ કર્મ બંધક, (૩) અનેક જીવો સાત કે એક કર્મ બંધક અને એક જીવ છ કર્મ બંધક, (૪) અનેક જીવો સાત કે એક કર્મ બંધક અને અનેક જીવો છ કર્મ બંધક, (૫) અનેક જીવો સાત કે એક કર્મ બંધક અને એક જીવ અબંધક,
(૬) અનેક જીવો સાત કે એક કર્મ બંધક અને અનેક જીવો અબંધક હોય છે.
ત્રિ સંયોગી બાર ભંગ ઃ- (૧) અનેક સાત કે એક કર્મ બંધક, એક આઠ કર્મ બંધક અને એક છ કર્મ બંધક,
(ર) અનેક સાત કે એક કર્મ બંધક, એક આઠ કર્મ બંધક અને અનેક છ કર્મ બંધક, (૩) અનેક સાત કે એક કર્મ બંધક, અનેક આઠ કર્મ બંધક અને એક છ કર્મ બંધક, (૪) અનેક સાત કે એક કર્મ બંધક, અનેક આઠ કર્મ બંધક અને અનેક છ કર્મ બંધક, (૫) અનેક સાત કે એક કર્મ બંધક, એક આઠ કર્મ બંધક અને એક અબંધક, (૬) અનેક સાત કે એક કર્મ બંધક, એક આઠ કર્મ બંધક અને અનેક અબંધક, (૭) અનેક સાત કે એક કર્મ બંધક, અનેક આઠ કર્મ બંધક અને એક અબંધક, (૮) અનેક સાત કે એક કર્મ બંધક, અનેક આઠ કર્મ બંધક અને અનેક અબંધક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org