________________
( 1)
GUJ
Uર
છે
૧૩૦ કવિ
ફૂલ-આમ સ્તકાલય બોલ અને મનુષ્યોમાં ઉત્પન્ન થાય ત્યારે ધર્મશ્રવાણાદિ પૂર્વોક્ત દશે ય બોલ પ્રાપ્ત કરી શકે છે.
આ જ રીતે વ્યંતર, જ્યોતિષી અને પહેલા, બીજા દેવલોકના દેવોની અનંતર ગતિ અને ત્યાં થતી પ્રાપ્તિનું કથન કરવું. પ્રશ્ન- હે ભગવન્!ત્રીજાથી આઠમા દેવલોકના દેવો, દેવભવમાંથી નીકળીને અનંતર ભવમાં ક્યાં ઉત્પન્ન થાય છે? ત્યાં કેટલા બોલને પ્રાપ્ત કરે છે? ઉત્તર- હે ગૌતમ! તે જીવ અનંતર ભવમાં સંજ્ઞી તિર્યંચ અથવા સંજ્ઞી મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. તેમાંથી સંજ્ઞી તિર્યંચમાં ઉત્પન્ન થાય, ત્યારે ધર્મ શ્રવાણાદિ છ બોલ અને મનુષ્યમાં ઉત્પન્ન થાય ત્યારે દશેય બોલ પ્રાપ્ત કરી શકે છે.
નવમા દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો, દેવભવમાંથી નીકળીને અનંતર ભવમાં એક સંખ્યાત વર્ષાયુષ્ક ગર્ભજ મનુષ્યોમાં જ ઉત્પન્ન થાય છે અને ત્યાં તે જીવ ધર્મશ્રવણાદિ દશે ય બોલને પ્રાપ્ત કરી શકે છે. પ્રશ્ન- હે ભગવન્!પૃથ્વીકાયિક જીવ મરીને અનંતર ભવમાં ક્યાં ઉત્પન્ન થાય છે? ત્યાં તે કેટલા બોલને પ્રાપ્ત કરી શકે છે? ઉત્તર– હે ગૌતમ! પૃથ્વીકાયિક જીવ મરીને અનંતર ભવમાં નારકી કે દેવપણે ઉત્પન્ન થતા નથી. તે જીવ પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અથવા મનુષ્ય, આ ઔદારિકના દશ દંડકમાં ઉત્પન્ન થઈ શકે છે. તેમાંથી પાંચ સ્થાવર કે ત્રણ વિકલેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, ત્યારે ધર્મશ્રવણાદિ એક પણ બોલને પ્રાત કરી શકતા નથી. તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, ત્યારે ધર્મશ્રવણાદિ છ બોલ અને સંખ્યાત વર્ષાયુદ્ધ કર્મભૂમિના ગર્ભજ મનુષ્યમાં ઉત્પન્ન થાય, ત્યારે ધર્મ શ્રવણાદિ દશ બોલને પ્રાપ્ત કરી શકે છે.
આ જ રીતે અપ્લાયિક અને વનસ્પતિકાયિક જીવોની અનંતર ગતિ તથા ત્યાં થતી પ્રાપ્તિનું કથન કરવું. તેઉકાય અને વાયુકાયના જીવો મરીને અનંતર ભવમાં એક મનુષ્યને છોડીને ઔદારિકના નવ દંડકમાં ઉત્પન્ન થાય છે. તેમાંથી પાંચ સ્થાવર કેત્રણ વિકલેન્દ્રિયના ભવમાં ધર્મશ્રવણાદિ પ્રાપ્ત કરી શકતા નથી. તિર્યંચ પંચેન્દ્રિયના ભવમાં એક ધર્મશ્રવણ જ પ્રાપ્ત કરી શકે છે, સમ્યગ્દર્શન આદિ પ્રાપ્ત કરી શકતા નથી. ત્રણ વિકસેન્દ્રિય જીવો મરીને અનંતર ભવમાં ઔદારિકના દશ દંડકમાં ઉત્પન્ન થઈ શકે છે. તેમાંથી પાંચ સ્થાવર કે ત્રણ વિકસેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org