________________
૧૨૪ હ જાર થી જિમ જ ન લઈ ફૂલ-આમ સ્તકાલય
કોઈ પણ જીવ જે લેશ્યામાં મૃત્યુ પામે છે તે જ લેશ્યામાં તેનો જન્મ થાય છે. નારકી અને દેવોમાં દ્રવ્યલેશ્યા અવસ્થિત હોય છે તેથી તેના મૃત્યુ સમય પર્યત પણ તે જ વેશ્યા રહે છે.
આ રીતે નારકી અને દેવતાના પૂર્વજન્મના અંતિમ અંતર્મુહૂર્તની વેશ્યા અને નરકમાં જન્મ સમયની વેશ્યા તથા નરકમાં મૃત્યુ સમયનીલેશ્યા અને આગામી જન્મના પ્રથમ અંતર્મુહૂર્ત સુધીની વેશ્યા એક જ હોય છે. પ્રશ્ન-૪ઃ હે ભગવન્ ! શું કૃષ્ણલશી મનુષ્યો કે તિર્યંચો, કૃષ્ણલેક્ષામાં જ ઉત્પન થાય છે? શું તે જીવ કૃષ્ણ શ્યામાં જ મૃત્યુ પામે છે? ઉત્તર– હે ગૌતમ! જીવ જે લેગ્યામાં મૃત્યુ પામે છે તે જ લેગ્યામાં તેનો જન્મ થાય છે; તે નિયમાનુસાર કૃષ્ણલેશી મનુષ્યો કે તિર્યંચો કૃષ્ણલેશ્યામાં જ જન્મ ધારણ કરે છે, પરંતુ તે જીવનું મૃત્યુ તે જલેશ્યામાં થાય તેવો નિયમ નથી.
મનુષ્યો અને તિર્યચોમાં એક-એક અંતર્મુહૂર્તથી લેગ્યામાં પરિવર્તન થયા જ કરે છે, તેથી કૃષ્ણલેશી મનુષ્યને મૃત્યુ સમયે કૃષ્ણલેશ્યા પણ હોય અને તે સિવાયની કોઈ પણ લેશ્યા હોય શકે છે.
આ રીતે મનુષ્ય અને તિર્યંચ ગતિના કોઈ પણ જીવો જે લેગ્યમાં મૃત્યુ પામે છે તે જ લેગ્યામાં તેનો જન્મ થાય છે ત્યાર પછી તે જીવની મૃત્યુ સંભવિત કોઈ પણ લેશ્યામાં થાય છે. પ્રશ્ન-૫ : શું તેજોલેશી પૃથ્વીકાય, તેજોલેશી પૃથ્વીકાયમાં જ ઉત્પન થાય છે? શું તે જીવ તેજોલેસ્થામાં જ મૃત્યુ પામે છે? ઉત્તર– તેજોલેશી પૃથ્વીકાય, તેજલેશી પૃથ્વીકાયમાં જ ઉત્પન થાય છે, પરંતુ તેના મૃત્યુ સમયે તેજલેશ્યા હોતી નથી, કારણ કે પૃથ્વી, પાણી અને વનસ્પતિને અપર્યાપ્તાવસ્થામાં જ અલ્પ સમય માટે તેજલેશ્યા હોય છે, તેથી મૃત્યુ સમયે કોઈને પણ તેજોલેશ્યા હોતી નથી.
પૃથ્વીકાયિક જીવોમાં મૃત્યુ સમયે કૃષ્ણ, નીલ કે કાપોત લેશ્યા, આ ત્રણમાંથી કોઈ પણ લેશ્યા હોય છે. આ જ રીતે અપ્લાય અને વનસ્પતિકાયમાં પણ લેશ્યા સંબંધી કથન જાણવું. પ્રશ્ન–૬: કૃષ્ણશી જીવોને કેટલા જ્ઞાન હોય છે? ઉત્તર- કૃષ્ણલેશી જીવોને એકથી સાત ગુણસ્થાન સુધી હોય છે, તેથી કૃષ્ણલેશી જીવોને બે, ત્રણ અથવા ચાર જ્ઞાન હોય છે. બે જ્ઞાન હોય તો–મતિ અને શ્રુતજ્ઞાન;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org