________________
પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે , વ ) વ ) જ છ ઈ ૧૨૧] પ્રશ્ન-૫ઃ સલેશી સર્વ તિર્યંચ પચેન્દ્રિયો શું સમાન આહાર આદિવાળા હોય છે? ઉત્તર–સલેશી તિર્યંચ પંચેન્દ્રિયોના આહાર, શરીર, શ્વાસોશ્વાસ, કર્મ, વર્ણ, વેશ્યા, વેદનાનું, કથનનૈરયિકોની સમાન છે. કિયા- સર્વ તિર્યંચ પંચેન્દ્રિય જીવો સમાન ક્રિયાવાળા નથી. તેના ત્રણ ભેદ છેસમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ અને મિશ્રદષ્ટિ. સમ્યગ્દષ્ટિતિર્યંચ પંચેન્દ્રિયના બે ભેદ
– અસંયત અને સંયતાસંયત. તેમાંથી સંયતાસંયત સમ્યગ્દષ્ટિ તિર્યંચ પંચેન્દ્રિયને પ્રથમ ત્રણ ક્રિયા, અસંયત સમ્યગુદષ્ટિતિર્યંચ પંચેન્દ્રિયને પ્રથમ ચાર ક્રિયા અને મિથ્યા દષ્ટિ કે મિશ્રદષ્ટિ તિર્યંચ પંચેન્દ્રિયને પાંચ ક્રિયા હોય છે. પ્રશ્ન-૬ઃ સલેશી સર્વ મનુષ્યો શું સમાન આહાર આદિવાળા હોય છે? ઉત્તર– આહાર- સલેશી સર્વ મનુષ્યોનો આહાર સમાન હોતો નથી. જે મહાશરીરી છે તે ઘણા પુગલોનો અર્થાત્ સારભૂત પુદ્ગલોનો આહાર દીર્ઘકાલે ગ્રહણ કરે છે, જેમ કે દેવકુઉત્તરકુરુક્ષેત્રના મનુષ્યો. જે અલ્પશરીરી છે તે અલ્પ પુદગલોનો અર્થાત્ નિઃસાર પુગલોનો આહાર વારંવાર ગ્રહણ કરે છે, જેમ કે બાળકનો આહાર. મહાશરીરી મનુષ્યો ઘણા પુદ્ગલોને શ્વાસોશ્વાસ રૂપે ગ્રહણ કરે છે; અલ્પશરીરી મનુષ્યો અલ્પ પુદ્ગલોને શ્વાસોશ્વાસ રૂપે ગ્રહણ કરે છે.
કર્મ, વર્ણ, વેશ્યા- સર્વ મનુષ્યોના કર્માદિ સમાન હોતાં નથી. મનુષ્યોના બે પ્રકાર છે– પૂર્વોત્પન્ન અને પશ્ચાદુત્પન. પૂર્વોત્પન મનુષ્યો અલ્પકર્મવાળા અને વિશુદ્ધ વર્ણ અને વેશ્યાવાળા હોય છે. પશ્ચાત્પન્ન મનુષ્યો મહાકર્મવાળા અને અવિશુદ્ધ વર્ણ અને વેશ્યાવાળા હોય છે. વેદના – સર્વ મનુષ્યોને સમાન વેદના હોતી નથી. અસંશી મનુષ્યોને અલ્પવેદના અને સંજ્ઞી મનુષ્યોને મહાવેદના હોય છે. કિયા - સર્વ મનુષ્યોને સમાન ક્રિયા હોતી નથી. મનુષ્યોના ત્રણ પ્રકાર છે– સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ, મિશ્રદષ્ટિ; તેમાંથી સમ્યગ્દષ્ટિ મનુષ્યોના ત્રણ પ્રકાર છે, સંત, સંયતાસંત, અસંત;સંયત મનુષ્યોના બે પ્રકાર છે—સરાગસંયત, વીતરાગ સંયત. સરાગ સંયત મનુષ્યોના બે પ્રકાર છે– પ્રમત્ત સંયત અને અપ્રમત્ત સંયત.
તેમાંથી વીતરાગ સંયત મનુષ્યો અક્રિય હોય છે. અપ્રમત્ત સંયત મનુષ્યોને માયાવત્તિયા એક જ ક્રિયા હોય છે. પ્રમત્ત સંયત મનુષ્યોને આરંભિયા અને માયાવત્તિયા બે ક્રિયા હોય છે. સંયતાસંમત મનુષ્યોને પ્રથમ ત્રણ ક્રિયા હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org