________________
પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે વ ) શ ) શ થી ૭] ભૂતકાળમાં અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત કરી હતી. વર્તમાનમાં તેઉ-વાયુને એક, બેઇન્દ્રિયને બે, તેઈન્દ્રિયને ચાર, ચૌરેન્દ્રિયને છે, અસંશી તિર્યંચ પંચેન્દ્રિયને આઠ દ્રવ્યેન્દ્રિયો છે. ભવિષ્યમાં નવ, દશ, સખ્યાત અસંખ્યાત કે અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે.(તેઉ-વાયુ મૃત્યુ પામીને મનુષ્ય જન્મ પામી શકતા નથી. વિકલેન્દ્રિયાદિ જીવો મનુષ્ય જન્મ પામી શકે છે પરંતુ તે સિદ્ધ થઈ શકતા નથી, તેથી તેની ભવિષ્યકાલીન આઠ વ્યન્દ્રિયો કહી નથી, પરંતુ નવથી જ પ્રારંભ કરી છે.)
એક સન્ની તિર્યંચ પચેનિયને ભૂતકાળમાં અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ હતી, વર્તમાનમાં આઠ દ્રવ્યન્દ્રિયો છે અને ભવિષ્યમાં આઠ, નવ યાવત્ સંખ્યાત, અસંખ્યાત કે અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે.
એક સંશી મનુષ્યને ભૂતકાળમાં અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ હતી, વર્તમાનમાં આઠ છે અને ભવિષ્યમાં કેટલાક મનુષ્યો દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત કરશે, કેટલાક પ્રાપ્ત કરશે નહીં. જે મનુષ્ય ચરમશરીરી છે તે ભવિષ્યમાં ઈન્દ્રિય પ્રાપ્ત કરશે નહીં અને જે અચરમશરીરી છે તે પોતાના ભવો પ્રમાણે આઠ(મનુષ્યપણે), નવ (એકેન્દ્રિય અને ત્યાર પછી મનુષ્યપણે) યાવતું સંખ્યાત, અસંખ્યાત કે અનંત દ્રવ્યન્દ્રિયો પ્રાપ્ત કરશે.
વ્યતર, જ્યોતિષી અને પહેલા બીજા દેવલોકના એક દેવને ભૂતકાળમાં અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ હતી, વર્તમાનમાં આઠ છે, ભવિષ્યમાં આઠ, નવ થાવત્ સંખ્યાત, અસંખ્યાત કે અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે.
ત્રીજા દેવલોકથી નવ રૈવેયક સુધીના એક-એક દેવને ભૂતકાળમાં અનંત દ્રવ્યન્દ્રિયો પ્રાપ્ત થઈ હતી, વર્તમાનમાં આઠ છે, ભવિષ્યમાં આઠ, સોળ, સત્તર, સંખ્યાત, અસંખ્યાત કે અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે. તે દેવો એક મનુષ્ય ભવ કરીને મોક્ષ જાય તો આઠ, બે મનુષ્ય ભવ કરીને મોક્ષ જાય તો સોળ, એક મનુષ્યનો બીજો એકેન્દ્રિયનો અને ત્રીજો મનુષ્યનો એમ ત્રણ ભવ કરીને મોક્ષ જાય, તો સત્તર ઈન્દ્રિયો થાય.
ચાર અનુત્તરવિમાનના એક દેવને ભૂતકાળમાં અનંત, વર્તમાનમાં આઠ અને ભવિષ્યમાં આઠ(એક મનુષ્ય ભવની), સોળ (બે મનુષ્ય ભવની), ચોવીસ(એકમનુષ્ય, એકદેવ અને ત્યાર પછી એક મનુષ્ય ભવની) યાવસંખ્યાત દ્રવ્યન્દ્રિયો પ્રાપ્ત થશે. તે દેવોને સંખ્યાતકાલ જ સંસાર પરિભ્રમણ શેષ હોવાથી અસંખ્યાત વ્યક્તિયો થતી નથી.)
સર્વાર્થસિદ્ધ વિમાનના એકદેવને ભૂતકાળમાં અનંત, વર્તમાનમાં આઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org