________________
<<>>>** ફૂલ-આમ સ્તોકાલય
શરીરોમાં તે પ્રધાન છે (૨) ઔદારિક શરીરની અવગાહના અન્ય શરીર કરતાં વધુ મોટી હોય છે. વનસ્પતિકાયિક જીવોની અપેક્ષાએ ઔદારિક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના હજાર યોજન છે. વૈક્રિય શરીરની અવગાહના ૫૦૦ ધનુષની છે, જોકે ઉત્તર વૈક્રિય શરીરની અવગાહના લાખ યોજનની છે પણ તે અલ્પકાળ માટે જ હોય છે, ભવ પર્યંત રહેતી નથી તેથી તેની ગણના ન કરતાં ઔદારિક શરીર જ અન્ય શરીરોમાં વિશાળ હોવાથી તેને ઉદાર–ઔદારિક શરીર કહે છે. (૩) માંસ, હાડકાં, સ્નાયુ વગેરેથી બદ્ધ શરીર ઔદારિક શરીર કહેવાય છે. પાંચ શરીરમાંથી એક માત્ર ઔદારિક શરીર જ માંસ, મજ્જા, લોહી વગેરેનું બનેલું હોય છે. અન્ય શરીરમાં તે હોતા નથી. (૪) ઔદારિક શરીર વૈક્રિયાદિ શરીરોની અપેક્ષાએ ઉદાર– સ્થૂલ પુદ્ગલોથી બનેલું હોવાથી તે ઔદારિક શરીર કહેવાય છે. આ શરીર મનુષ્ય અને તિર્યંચોને હોય છે.
(૨) વૈક્રિય શરીર ઃ– વિવિધ, વિશિષ્ટ ક્રિયાઓ જે શરીર દ્વારા થઈ શકે, નાના-મોટા, દશ્ય-અદશ્ય આદિ અનેક રૂપો જે શરીર દ્વારા થઈ શકે તે શરીર વૈક્રિય શરીર કહેવાય છે. તેના બે ભેદ છે– લબ્ધિ પ્રત્યયિક અને ભવ પ્રત્યયિક. (૧) વિશિષ્ટ લબ્ધિના પ્રયોગથી જે શરીર વૈક્રિય પુદ્ગલ દ્વારા બનાવવામાં આવે તે લબ્ધિ પ્રત્યયિક વૈક્રિય શરીર કહેવાય છે. તે મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયોને હોય છે. (૨) જે વૈક્રિય શરીર ભવના નિમિત્તથી જ પ્રાપ્ત થાય છે, તે ભવ પ્રત્યયિક વૈક્રિય શરીર કહેવાય છે. તે દેવ અને નારકીઓને હોય છે.
(૩) આહારક શરીર ઃ- ચૌદ પૂર્વધર મુનિ વિશિષ્ટ પ્રયોજન માટે પોતાના યોગબળથી જે શરીરનું નિર્માણ કરે છે, તે આહારક શરીર કહેવાય છે. આહારક લબ્ધિ પ્રાપ્ત મુનિને જ્યારે કોઈપણ જિજ્ઞાસાનું સમાધાન પ્રાપ્ત કરવાનું હોય અને
સમયે પોતાના ક્ષેત્રમાં કેવળજ્ઞાની ભગવંત ન હોય, અન્ય ક્ષેત્રમાં હોય, જ્યાં ઔદારિક શરીરથી પહોંચી શકાય તેમ ન હોય, ત્યારે મુનિ લબ્ધિ વિશેષથી અતિ વિશુદ્ધ, સ્ફટિક સમાન નિર્મળ એક હાથનું શરીર બનાવીને તે શરીર દ્વારા તે ક્ષેત્રમાં જઈને તીર્થંકર કે કેવળી ભગવાન પાસેથી સમાધાન મેળવે છે, તે શરીર આહારક શરીર કહેવાય છે. આ શરીરનું નિર્માણ છઠ્ઠા ગુણસ્થાનવર્તી પ્રમત્ત સંયત મુનિ કરે છે. (૪) તૈજસ શરીર :- સ્થૂલ શરીરની દીપ્તિ અને પ્રભાનું જે કારણ છે, તે તૈજસ શરીર છે. તે સૂક્ષ્મ શરીર છે. તૈજસ શરીર તેજોમય હોવાથી ભોજનને પચાવે છે. તેજના વિકારરૂપ હોવાથી તે તૈજસ શરીર કહેવાય છે. તે બે પ્રકારનું છે— (૧) અનિઃસરણાત્મક સ્થૂલ શરીરની સાથે રહીને જે આહારના પાચનનું કાર્ય કરે, તે અનિઃસરણાત્મક તૈજસ શરીર કહેવાય છે. તે ઔદારિક, વૈક્રિય, આહારક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org