________________
પ્રજ્ઞાપના જીવ
- 05
( ૭૫
GU)
પ્રજ્ઞાપના-વાભિગમ સૂત્ર આધારિત છે જ ન જ ર થ દ ધ ન પ ] નીચે બીજા પ્રતરમાં એક પ્રદેશ સ્થિત હોય ત્યારે આ ભંગ ઘટિત થાય છે. આ ભંગમાં પ્રથમ ભંગની જેમ બે પ્રદેશ પરસ્પર એક ચરમ છે અને બીજા પ્રતર પરનો એક પ્રદેશ એક અવક્તવ્ય છે. (૧૨) એક ચરમ, અનેક અવક્તવ્ય-ચાર પ્રદેશ સ્કંધથી અનંતપ્રદેશી સુધીના કોઈપણ સ્કંધ જ્યારે ત્રણ પ્રતરના ચાર આકાશ પ્રદેશ પસ્થિત થાય, ત્યારે તેમાં એક પ્રતરની એક શ્રેણીમાં બે આકાશ પ્રદેશ પર બે પ્રદેશ સ્થિત હોય અને તેની ઉપર તથા નીચેના પ્રતરોમાં એક-એક આકાશ પ્રદેશ ઉપર એક-એક પ્રદેશ સ્થિત હોય ત્યારે આ ભંગ ઘટિત થાય છે. આ ભંગ અગિયારમા ભંગની સમાન છે પરંતુ આમાં એક અવક્તવ્ય વધુ હોય છે. (૧૩) અનેકચરમ, એક અવક્તવ્ય-પાંચ પ્રદેશી ઔધથી અનંત પ્રદેશ સુધીના કોઈપણ સ્કંધ જ્યારે ત્રણ પ્રતરના પાંચ આકાશ પ્રદેશ ઉપરસ્થિત થાય, ત્યારે તેમાં એક પ્રતરની એક શ્રેણીમાં બે આકાશ પ્રદેશ પર બે પ્રદેશ સ્થિત હોય અને તેની ઉપર બીજા પ્રતરમાં તે જ રીતે એક શ્રેણીએ બે પ્રદેશ સ્થિત હોય અને ત્રીજા પ્રતરમાં એક પ્રદેશ સ્થિત થાય | | | | ત્યારે આ ભંગ ઘટિત થાય છે. તેમાં બે પ્રતરના બે-બે પ્રદેશ અનેક ચરમ છે અને ત્રીજા પ્રતર પરનો એક પ્રદેશ એક અવક્તવ્ય છે. (૧૪) અનેકચરમ, અનેક અવક્તવ્ય- છ પ્રદેશી અંધથી અનંત પ્રદેશ સુધીના કોઈપણ સ્કંધ જ્યારે ચાર પ્રતરના છ આકાશ પ્રદેશ ઉપર સ્થિત થાય ત્યારે તેમાં મધ્યવર્તી બે પ્રતરમાં તેરમા ભંગની જેમ એક-એક શ્રેણીએ બે-બે પ્રદેશસ્થિત થાય અને તેની ઉપર તથા નીચેના એક-એક પ્રતરના એકએક આકાશ પ્રદેશ પર એક-એક પ્રદેશ સ્થિત થાય ! ત્યારે આ ભંગ ઘટિત થાય છે. તેમાં મધ્યના બે પ્રતરના બે-બે પ્રદેશ અનેક ચરમ અને ઉપર-નીચેના પ્રતરના એક-એક પ્રદેશ અનેક અવક્તવ્ય છે. (૧૫ થી ૧૮) એક અચરમ એક અવક્તવ્ય, એક અચરમ અનેક અવક્તવ્ય, અનેક અચરમ એક અવક્તવ્ય અને અનેકચરમ અનેક અવક્તવ્ય આચારભંગમાં ચરમ વિના અચરમનું કથન છે, તેમ શક્ય નહોવાથી, આ ચારે ભંગ શૂન્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org