________________
પછી આમાં કીટિકા માર્ગ કોને કહેવો અને વિહંગમ માર્ગ કોને કહેવો તેનો વિચાર કરવામાં આવે છે.
સદ્ગુરુનો સમાગમ મેળવી તેમની પાસેથી ધર્મ સાંભળી, જડચૈતન્યની ભિન્નતાનું જ્ઞાન ગ્રહણ કરી શાસ્ત્રોનો અભ્યાસ કરી, બાવ્રતો ગ્રહણ કરી, વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરી, સત્પાત્રોમાં દાન આપી, દેવની પૂજા કરી તીર્થયાત્રઓ કરી ગુરુની સેવા કરી, સ્વામી ભાઈઓનો ઉદ્ધાર કરી, સાત ક્ષેત્રમાં ધન ખર્ચી, શ્રાવકની અગિયાર પડિમાઓ વહન કરી, નમસ્કાર મહામંત્રનું આરાધન કરી, પાંચ મહાવ્રતો લઈ, ઘોર પરીષહ અને ઉપસર્ગો સહન કરી, સૂત્ર સિદ્ધાંતો ભણી બાલ, તપસ્વી, સ્થવિર અને જ્ઞાનીની વૈયાવચ્ચ કરી, શાન ધ્યાનાદિમાં શક્તિ અનુસાર પ્રવૃત્તિ કરવી તે કીટિકાની ગતિનોધીમો અને લાંબો માર્ગ છે. આત્મા પણ અપેક્ષાઓ છે. ગૃહસ્થના માર્ગ કરતા ત્યાગીઓનો માર્ગ ધણો ઝડપથી આગળ વધ શકાય તેવો છે. એટલે ગૃહસ્થ ધર્મ તે કીટિકાની ગતિવાળો માર્ગ છે અને ત્યાગીઓનો માર્ગ વિહંગમ માર્ગ જેવો છે. એમ અપેક્ષાએ કહી શકાય. બાકી વિહંગમગતિનો આકાશી માર્ગતો આથી જુદો જ છે. આ બન્ને માર્ગમાં ક્રમ છે. એક પછી એક ડગલે આગળ વધવાનું છે. છતાં ગૃહસ્થ ધર્મ કરતાં ત્યાગ ધર્મ ઉતાવળો ચાલનારો છે.
વિહંગમ એટલે આકાશી માર્ગ. આ માર્ગ તે નિરાલંબનતાનો માર્ગ છે કીડી ઝાડના થડ, ડાળી, શાખા, પત્રાદિનો આધાર લઈને ચડે છે તેમ પોપટ કોઈનો આશ્રય લેતો નથી તેતો સિધોજ આકાશમાં ઊડે છે અને ફ્ળ ઉપરજ જઈને બેસે છે, તેમ બાહ્ય કોઈ પણ આલંબન લીધા સિવાય જે યોગીઓ કેવળ શુદ્ધચિદ્રપનાજ ચિંતનથી આત્મ સ્વરૂપને પામે છે તે ક્રમ વિનાનો વિહંગમ માર્ગ છે. આ માર્ગમાં જ્ઞાનનીજ મુખ્યતા છે. બાહ્યા ક્રિયા આ માર્ગની અંદર નથી. આંતરક્રિયા તો છે જ.
Jain Education International
૮૫
For Private & Personal Use Only
www.jainelibrary.org