________________
તેઓ અનંત જ્ઞાનાદિ શક્તિવાળા તથા દેહાદિથી રહિત છે. તેમાં જો દ્વેષ બુદ્ધિથી, તેમના તરફ વિચારણા કરવામાં આવે તો કર્મ બંધન થવા સંભવ છે. નીચેના અધોલોકમાં ભુવન પ્રતિના દેવો, વ્યંતરના દેવા, વાણવ્યંતરાદિ દેવો તથા દેવીઓ આવેલાં છે. તેઓનું જ્ઞાન પણ સરાગ દ્રષ્ટિએ બંધનું કારણ છે. તેમ જ વ્યંતરાદિની જાતિવાળા ત્યાં રહેલા ભૂત-પિશાચ-રાક્ષાસાદિ હલકી જાતિના દેવો તરફ દ્વેષ દૃષ્ટિએ ઉપયોગ પરિણમાવતાં દ્વેષના કારણે કર્મ બંધનનાં નિમિત્તો
તેથી નીચે નારકીના જીલો રહેલા છે. તે નીચે સાત ભાગમાં વહેંચાયેલા છે. તેઓ દુઃખમય જિંદગી ગુજારનારા છે. કરેલાં ઘોર કર્મનો બદલો ત્યાં ભોગવતા હોવાથી તેઓને થોડી પણ શાંતિ નથી. વૈરાગ્ય દ્રષ્ટિએ આ જ્ઞાન કરવામાં આવે તો, કરેલાં કર્મનો બદલો મળ્યા સિવાય રહેતો નથી એ નિશ્ચય થતાં, પાપ કર્મ કરવાથી નિવૃત થવાનું કારણ મળે છે અને દ્વેષ વૃત્તિથી તે જ્ઞાન કરવામાં આવતાં બંધનમાં કારણ થાય છે.
આપણા તિર્લ્ડલોકમાં પણ કર્મભૂમિ અને અકર્મ ભૂમિઓ આવેલી છે. જ્યાં લડાઈ ટંaઓ માટે હથીયારો સજવામાં આવે છે, નીતિ અને વ્યવહાર ચલાવવા કલમ વાપરવામાં આવે છે અને ઉદર નિહિ અર્થે ખેતી આદિ કરવામાં આવે છે તે કર્મભૂમિ કહેવાય છે. જ્યાંના મનુષ્યો સંતોષી, અલ્ય કષાયવાળા, ભદ્રિક પરિણામી પુન્યાત્માઓ હોય છે જેમને હથીયાર, કલમ કે ખેતી આદિની જરૂર પડતી નથી પણ સ્વભાવિક ઉત્પન્ન થયેલાં કલ્પવૃક્ષોમાંથી ભરણપોષણ આદિના સાધનો મળી આવે છે તે અકર્મભૂમિ છે.
તે બને ભૂમિમાં બીજા પણ નાના મોટા ઘણા જીવો હોય છે. પશુ, પક્ષીઓ જળચરો, પૃથ્વીના, પાણીના, અગ્નિના, વાયુના, વનસ્પતિના, બે ઈન્દ્રિયવાળા, ત્રણ ઈન્દ્રિયવાળા,ચાર ઈન્દ્રિયવાળા જીવો હોય છે. આ સર્વ જીવોનું જ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org