________________
પ્રકરણ તેરમું (૧૩મું) વિશુદ્ધિનાં સાધનો
येनोपायेन संक्लेश श्चिद्गपाधातिवेगत : । વિશુદ્વિતિ વિષે, સ વિધેયો મુમુક્ષુ |9 ||
“જે ઉપાય વડે આત્મામાંથી મલીનતા જલદી નાશ પામે અને આત્મામાં વિશુદ્ધિ આવે તે ઉપાય મોક્ષના ઈચ્છુક જીવોએ કરવો.” આત્મામાં રાગદ્વેષની લાગણીઓ છે તે જ મલીનતા છે. જેટલે અંશે આ મલીનતા ઓછી થાય છે તેટલે અંશે વિશુદ્ધિ પ્રગટ થાય છે.
મન બે પ્રકારનું છે. એક દ્રવ્ય મન, બીજું ભાવ મન. પુદ્ગલનાં પરમાણુઓનું બનેલું મન તે દ્રવ્ય મન છે. જેમાંથી અનેક આકૃતિઓ બંધાય છે અને આંતરદ્વષ્ટિથી તે જોવામાં પણ આવે છે. અનેક પ્રકારના વિકલ્પો અને કલ્પનાઓ તે દ્રવ્ય મન છે. ભાવ મન આત્માના ઘરનું છે. તે ઉપયોગ રૂપ છે. ઉપયોગ, શુભ, શુદ્ધ, અશુભ અને અશુદ્ધ એમ અનેક પ્રકારે છે. શુદ્ધ ઉપયોગ જે કેવળ સહજ સ્વરૂપનિર્વિકલ્પ રૂપ છે. વીતરાગ દશામાં સાકાર અને નિરાકાર રૂપ ઉપયોગ છે, જેમાં કર્મમળનો અભાવ છે તેવા શુદ્ધ ઉપયોગ સિવાયનો શુભ-અશુભ, અને અશુદ્ધ ઉપયોગ છે તે મલીનતાવાળો છે.
આ ભાવ મન કે જે શુભાશુભ ઉપયોગ રૂપ છે, તેને આત્માની મલીનતાવાળી સ્થિતિ કહો તો પણ એકજ વાત છે, આ આત્માને અથવા આ ભાવ મનને શુદ્ધ કરવાની જરૂર છે, આત્માનું કલ્યાણ ઈચ્છનારાઓએ પ્રથમ આ મનને શોધવું જોઈએ. તેમાં રહેલા મળને દૂર કરવો જોઈએ, જેમ જ
૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org