________________
માફક તેના વચમાં ઊજળો પણ પડદો છે, તેથી તેના મનમાં પ્રસંગે પ્રસંગે શંકા કાંક્ષાઓ થયા કરે છે. વસ્તુનો તાત્ત્વિક નિશ્ચય તેને નથી છતાં કોઈ જ્ઞાની પુરુષોનું નિમિત્ત મળી જાય તો સમ્યકત્વ પ્રાપ્તિની તૈયારી તેનામાં છે. અને જો વિપરીત નિમિત્ત મળી જાય તો આ શુદ્ધ પુદ્ગલને મિથ્યાત્વનાં મેલાં પુદ્ગલો થતાં પણ વાર ન લાગે. કેમકે મિથ્યાત્વનું બીજ તેનામાં કાયમ છે. આ સાત પ્રવૃત્તિઓ ઉપર બતાવી તે આત્મજાગૃતિના બળે સત્તામાં દબાવી હોય તેને ઉપશમ સમ્યકત્વ અથવા દર્શન કહે છે. જેમ નીચે અગ્નિ પડેલો હોય છતાં ઉપર રાખ વગેરે કોઈ પદાર્થ નાખવાથી અંદરમાં તે દબાયેલો રહે છે તેમ પરમાત્મસ્મરણની અખંડ ધારા ચાલતી હોય તે વખતે આ સાતે પ્રકૃતિઓ સત્તામાં દબાયેલી રહે છે. આત્મસ્મરણ ચાલતું હોવાથી આ પ્રસંગે તેને બહાર નીકળવાનું નિમિત્ત મળતું નથી. આ પરમાત્મસ્મરણ તે રાખની માફક તેને સત્તામાં દબાવી રાખે છે. આ વખતે ઉપશમનું બળ વધે છે. આત્માનો ઝાંખો પ્રકાશ કે મધુર આનંદ તેને મળે છે. આવા ઉપશમનું બળ જો બહુ જ વધારવામાં આવે તો પ્રસંગે તે સાતે પ્રકૃતિનો ક્ષય થઈ, ઉપશમમાંથી અનુક્રમે ક્ષાયક ભાવ પ્રકટે છે. માટે જ્યાં સુધી ક્ષય કરવાનું બળ ન પ્રકટે ત્યાં સુધી મનુષ્યોએ ઉપશમનું બળ વધારતા રહેવું
જેમ દબાયેલા અગ્નિમાંથી પણ બારીક વરાળ બહાર આવે છે અને અગ્નિ દબાયેલો રહે છે તેમ કાંઈક મિથ્યાત્વનાં પુદગલો વેદાય અને કાંઈક દબાયેલાં રહે. આ સ્થિતિને ક્ષયોપશમની સ્થિતિ કહે છે. પરમાત્માનું સ્મરણ કરતાં અને આત્મજાગૃતિવાળા ઉપયોગમાં રહેવાની પ્રવૃત્તિ કરતાં એકાગ્રતા ન હોવાથી વચમાં વિકલ્પો આવ્યા કરે અને કાંઈક સ્થિરતા હોય. આ સ્થિરતા તે પુદ્ગલોને દબાવી રાખે છે અને કાંઈક વિકલ્પવાળી અસ્થિરતાને લીધે તે પુદ્ગલો બહાર આવે છે. આને ક્ષયોપશમ કહે છે.
ક્ષાયક દશામાં તો આ સાતે પ્રકૃતિઓનો મૂળથી ક્ષય કરવામાં આવે છે.
૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org