SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ આસક્ત, ગુણવાન, પાત્રતાવાળા અને સદ્ગતિગામી જીવો ઘણા થોડા હોય છે. મિથ્યાત્વાદિ ચાર ગુણસ્થાનમાં શુદ્ધ આત્મામાં આસક્ત જીવો સંભવે જ નહિ. વ્રત ધારણ કરનારા જીવો કોઈક વખત જ આત્મામાં આસક્ત હોય છે. પાંચમાં ગુણસ્થાનથી ચૌદમા સુધીના દશ ગુણસ્થાનોમાં તેવા જીવો મળી આવે છે, પણ તેવા ઘણા થોડા જ હોય છે. અત્યારે ઘણા જીવો તો શરીરમાં, ધનમાં, ભાઈઓમાં, પુત્રમાં, પુત્રીમાં, સ્ત્રીઓમાં માતાપિતામાં, ઘરમાં ઈન્દ્રિયોના ભોગમાં, વનમાં, નગરમાં આકાશી વાહનમાં, રાજકાર્યની ખટપટમાં, ભોજનમાં, બાગ-બગીચામાં, વ્યસનમાં, ખેતીમાં, વાવોમાં, કૂવામાં, તળાવોમાં, નદીઓમાં, નાટકોમાં, યશ મેળવવામાં, માન-પ્રવૃત્તિ કરતા પ્રત્યક્ષ દેખાય છે, પણ પોતાના શુદ્ધ ચિદ્રપમાં આસક્ત થનારા કોઈ વિરલા જ જીવો હોય છે. જ્ઞાનીઓએ આ કાળને દુષમકાળ કહ્યો છે તેનું કારણ માત્ર એ જ છે કે ઉપર બતાવેલા બાહ્ય દ્રવ્યમાં, ઈન્દ્રિયોમાં શરીરમાં,વચનમાં મનમાં અને બાહ્ય વિદ્યા કળામાં જીવો પ્રવૃત્તિ કરી રહ્યા છે કે જે વિભાવ દશા છે.આત્માના માર્ગની તે પ્રવૃત્તિ નથી પણ આત્માના માર્ગમાં વિઘ્નરૂપ તે પ્રવૃત્તિ છે, તેમાં જીવો મોહિત થઈ સ્યા છે તેને માટે અહોનિશ પ્રવૃત્તિ કરી રહ્યા છે.પરિણામે તે વસ્તુ જુદી છે. નાશ પામનારી છે,દગો દેનારી છે, દુઃખી કરનારી છે, છતાં તે સંબંધમાં આંખો મીંચીને જીવો પ્રવૃત્તિ કરી રહ્યા છે અને જે વસ્તુ સાચી છે,કાયમ ટકી રહેનારી છે, સદા સાથે રહેનારી છે, સુખરૂપ છે તે પોતાનો આત્મા જ છે, તેને માટે જરા પણ વિચાર કે પ્રવૃત્તિ કરતા નથી. માટેજ આત્માતરફ પ્રવૃત્તિ કરવી,તેની ઉપાસના કરવી છે.આ દુષમકાળમાં પણ આત્માને ઓળખીને તે તરફ પ્રવૃત્તિ કરનારા જીવો સહેલાઈથી પોતાનું કલ્યાણ કરી શકે છે. માટે ઉત્તમ વખત અને જે અનુકૂળ સાધનો પોતાને મળ્યાં હોય તેનો આત્માને માર્ગે ઉપયોગ કરવા ચૂકવું નહિ. ૪૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001172
Book TitleAtmavishuddhi
Original Sutra AuthorN/A
AuthorKesharsuri
PublisherPremji Hirji Shah Mumbai
Publication Year
Total Pages103
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy