________________
પ્રકરણ નવમું (૯)
મોહ ત્યાગ
यावन्मोहोबलीपुंसि दीर्ध संसार तापि च न तावशुद् चिद्गपे संचरत्यंत निश्चला ॥ १ ॥
“મનુષ્યમાં જ્યાં સુધી મોહની પ્રબળતા અને દીર્ઘ સંસાર પરિભ્રમણ કરવાનું હોય છે ત્યાં સુધી શુદ્ધ આત્મામાં અત્યંત નિર્ચાળ રુચિ થતી નથી.”
મુંઝાવે તે મોહ આત્મા તરફ પ્રીતિ ન થવા દે તે મોહ પાંચ ઈન્દ્રિયના વિષયોમાં આસક્તિ કરાવે તે મોહ. તેની પ્રબળતા જ્યાં સુધી જીવમાં હોય ત્યાં સુધી આત્મામાં ખરી પ્રીતિ ન થાય, તેમ જ સંસારમાં લાંબા કાળ સુધી ભ્રમણ કરવાનું હોય તેવાને પણ આત્મા તરફ લાગણી ન જ હોય.
આ મારા અને પારકા, એમ સજીવ તથા નિર્જીવ પદાર્થના સંબંધમાં ચિંતન કરવું તે મોહ છે, કેમકે તાત્ત્વિક દ્રષ્ટિએ વિચાર કરતાં વિશ્વમાં કોઈનું કાંઈ પણ નથી. આણે મને માન આપ્યું. આણે મારું અપમાન કર્યું આણે મારી ઉજ્જવળ કિતિ િવધારી અને આ માણસે મારી અપકીર્તિ કરી, આ ચિંતન કરવું તે જ મોહ છે.
હું શું કરું? ક્યાં જાઉં? ક્યાંથી કેવી રીતે સુખી થાઉં? કોનો આશ્રય લઉં? બોલું? એવું બધું મોહનું જ ચિંતન કહેવાય. સજીવ અજીવ પદાર્થમાં રાગ કરવો કે દ્વેષ ધરવો આ સર્વ મિથ્યા બુદ્ધિ જ ગણાય. કેમકે આત્મા તો કેવળ શુદ્ધ ચિપજ છે. હું દેહ છું અથવા દેહ મારો છે, હું પરુષ છું, હું સ્ત્રી છું, અથવા આ સંબંધીઓ છે તે મારા છે, એવું તાત્ત્વિક દ્રષ્ટિએ ચિંતવવું તે
૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org