________________
આત્મામાં જ્ઞાનગુણની મુખ્યતા છે. પુદ્ગલોમાં જડતાની મુખ્યતા છે. જ્ઞાતાપણું અને દુષ્યપણું એ આત્માનાં લક્ષણો છે. જ્ઞાતાપણાના ગુણને લઈને આત્મા આખા વિશ્વને જાણવાની શક્તિ ધરાવે છે. અને દુષ્ટાપણાના ગુણને લઈને આખા વિશ્વને જોવાની શક્તિ ધરાવે છે. પુદ્ગલોમાં જડતા હોવાથી આ ગુણો તેમાં નથી. તેને અજીવ, જડ, પુદ્ગલ, માયા, વગેરે નામોથી સંબોધવામાં આવે છે. સડવું, પડવું, વિખરાવું મળવું, વિવિધ આકારો ધારણ કરવા એ જડતાનો સ્વભાવ છે. જેમાં શબ્દ, રૂપ, રસ, ગંધ, અને સ્પર્શ હોય તે પુદ્ગલો કહેવાય છે. શરીર, વચન, મન, અને વિવિધ પ્રકારનાં કમો તે જડતામાંથી જ ઉત્પન્ન થાય છે.
કુળની, વર્ણની, પક્ષની, જ્ઞાતિની, પરિજનોની, સંબંધીઓની, ભાઈની પુત્રની, સ્ત્રીની, દેહની, વિકારોની, ગુણોની, નગરની, દેશની અને રાષ્ટ્રની ઈત્યાદિ વિવિધ પ્રકારની હૃદયમાં રહેલી લાગણીઓને ભેદીને સહજ ગુણના નિધાનરૂપ આત્મા રહેલો છે. સેવાળને દૂર કરીને જેમ તળાવ પ્રમુખમાંથી મનુષ્યો પાણી પીવે છે, તેમ વિકલ્પોરૂપ સેવાળને દૂર કરીને પોતાની અંદર રહેલા આત્માના ધ્યાનરૂપ અમૃતને કર્મ કલેશના નાશ માટે પીવું જોઈએ.
આત્માના ધ્યાનથી પર બીજું કોઈ તાત્ત્વિક સુખ નથી, આત્મધ્યાનથી પર બીજું કોઈ તપ નથી. અને આત્મધ્યાનથી પર બીજો કોઈ મોક્ષનો માર્ગ નથી.
આત્મભાન ભૂલી મોહમાં આશક્ત બનેલા કેટલાએક જીવો યશને, સખને, રાજ્યને, સુંદર સ્ત્રીને પુત્રને, સેવકને, સ્વામિત્વને, ઉત્તમ વાહનને, બળને, મિત્રોને, શબ્દ પાંડિત્યને અને રૂપાદિકને પામીને હર્ષ પામતા છતાં પોતાના જન્મને સફળ માને છે, પણ ખરી રીતે વિચારતાં તેઓ આત્મભાન ભૂલેલા હોવાથી આ સર્વ વસ્તુઓ તેમને અહિતકારી થાય છે. આ સુખમાંથી જ દુઃખ પ્રકટ થાય છે. આ વસ્તુઓમાં મારા-તારાપણાની માન્યતાથી અને રાગદ્વેષથી
૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org