________________
પ્રકરણ સાતમું (૭) નિશ્વય અને વ્યવહાર
व्यवहारं विना केचित्रष्टा : केवल निश्चयात् । निश्चयेन विना केचित् केवलव्यवहारतः ।।१।। द्धाभ्यां इंग्भ्यां विना न स्थात् सम्यग् गव्यावलोकनम। यथ तथा नयाभ्यां चेत्युक्त स्याद्वादवादिभिः ॥२॥
જેમ બે નેત્રો વિના વસ્તુનું અવલોકન બરાબર થતું નથી તેમ બે નય વિના દ્રવ્યોનું અવલોકન યથાર્થ થતું નથી. વ્યવહાર નય વિના કેવલ નિશ્ચય નય થી કેટલાક નાશ પામ્યા છે. ત્યારે કેટલાએક જીવો નિશ્ચય નય વિના એકલા વ્યવહાર નથી માર્ગથી પતિત થયા છે એમ તીર્થંકર દેવોએ કહેલું છે.
વ્યવહાર અને નિશ્ચય બને નયોને ગૌણ મુખ્ય રાખી પ્રવૃત્તિ કરતાં વસ્તનો યથાર્થ બાધ થાય છે. જે વખતે વ્યવહારની મુખ્યતા હોય તે વખતે નિશ્વયની ગૌણતા હોય અને જે વખતે નિશ્ચયની મુખ્યતા હોય તે વખતે વ્યવહારની ગૌણતા હોય. આમ બને દૃષ્ટિઓમાં જ્યારે જેની જરૂરિયાત હોય ત્યારે તેનો ઉપયોગ, બીજી દષ્ટિનો તિરસ્કાર ન કરતાં સમભાવની દ્રષ્ટિએ કરવામાં આવે તો વજી તત્ત્વનો યથાર્થ અનુભવ થાય છે.
જેનો અનુભવ મેળવવાનો હોય છે તે તરફ વ્યવહાર પ્રવૃત્તિ કરાવે છે ત્યારે નિશ્ચય તે વસ્તુ જ્યાં છે ત્યાં પહોંચી સ્પજ્ઞાનથી અનુભવ કરાવે છે. શુદ્ધ
વ્યવહાર એ કારણરૂપ હોય છે. ત્યારે શુદ્ધ નિશ્ચય એ બરોબર કાર્યની સિદ્ધિના રૂપમાં હોય છે.
૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org