________________
જેમ મહાન મોહના ઉદયથી મનુષ્યોનું મન લક્ષ્મીમાં તેમ જ સ્ત્રઓિમાં રમતું રહે છે તેવી જ રીતે જો પોતાના ચિદ્રપમાં હૃદય રમતું થાય તો આત્માની મુક્તિ પાસે જ છે.
જે પ્રમાદિ જીવો શુદ્ધ આત્માના ચિંતનને મૂકીને બીજાં પુદ્દગલિક કાર્યોનું ચિંતન કર્યા કરે છે તે અમૃતને મૂકીને વિષનું પાન કરે છે. વિષયના અનુભવમાં વ્યાકુળતા સાથે રાગદ્વેષ હોવાથી પરિણામે દુઃખદાયી છે, પણ આત્માના ચિંતનમાં પરમ શાંતિ હોવાથી કેવળ સુખરૂપ જ પરિણામ આવે છે એટલે તેમાં જ તાત્વિક સુખ છે. આત્મચિંતન કરવાના વખતે આત્મા તન્મય થઈ નિરાકુળ શાંત થઈ રહે છે.
મનુષ્ય જેનું સ્મરણ કરે છે તે તેને મળે છે. પથિક જે માર્ગે જાય છે તે જ નગર તેને પ્રાપ્ત થાય છે. તેમ આત્માનું સ્મરણ કરનારને આત્મા મળે છે. જડનું સ્મરણ કરનારને જડ વસ્તુ પ્રાપ્ત થાય છે. આત્માને માર્ગે ચાલનાર આત્માના સ્થાનમાં જઈ પહોંચે છે, જડના માર્ગે ચાલનાર જડના સ્થાને જઈ પહોંચે છે. જે માર્ગ ઠીક લાગે તે માર્ગે ચાલો. વિશ્વમાં સર્વ માર્ગો ચાલનાર માટે ખુલ્લા છે.
Jain Education International
૧૪
For Private & Personal Use Only
www.jainelibrary.org