________________
દેવ. ગુરુજ્ઞાન, તીર્થ અને પ્રભુની આકૃતિ આ શુદ્ધ આત્માનું ધ્યાન ધરવામાં ઉપયોગી સાધનો છે, માટે બુદ્ધિમાનો એ વારંવાર તેની સેવા કરવી.
શુદ્ધ આત્માનું સ્મરણ કાયમ બન્યું રહે તે માટે તેમાં વિઘ્ન રૂપ દ્રવ્યક્ષેત્ર, કાળ અને લાગણીઓનો ત્યાગ કરવો અને આત્માને હિતકારી દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવવાળાં સાધનો ગ્રહણ કરવાં. આ શુદ્ધ આત્માના અખંડ સ્મરણ માટે જ્ઞાની પુરુષો સર્વત્ર નિઃસ્પૃહ થઈને સંગનો ત્યાગ કરીને નિર્જન વનમાં કે પહાડોની ગુફામાં જઈને બેસે છે, કેમકે જ્યાં સંગ છે ત્યાં જરૂર ચિંતા પ્રકટે છે, અને આત્મા સિવાય અન્ય કાર્યની ચિંતા શુદ્ધ ચિદ્રપના ઘ્યાનરૂપ પર્વતને ભાંગવામાં વની માફક કાર્ય કરે છે. તેમ જ આત્મધ્યાનરૂપ સૂર્ય અત્યંત નિર્મળ હોય છે છતાં મનુષ્યોની સોબતથી ઉત્પન્ન થતા વિકલ્પોરૂપ વાદળોથી તે ઢંકાઈ જાય છે માટે સર્વ સંગ અને સર્વ વિકલ્પોનો ત્યાગ કરવાની આત્મપ્રાપ્તિમાં મુખ્ય જરૂરઆત છે.
આ સાથે શુદ્ધ આત્માનું ધ્યાન કરનારમાં લાયકાતની પણ જરૂરિઆત છે. ગમે તેટલો પુરુષાર્થ કરવાં છતાં વાંઝણીને પુત્રની પ્રાપ્તિ થતી નથી ગધેડાને શીંગડાં ઊગતાં નથી તેમ અભવ્ય જીવોમાં શુદ્ધ ચિદ્રપના ધ્યાનની ઉત્પત્તિ થતી નથી. જેમ અર્જીણના વિકારવાળાને અન્નની રુચિ થતી નથી તેમ દૂરભવ્ય જીવોને શુદ્ધ ચિદ્રપ આત્માના ધ્યાનની રુચિ થતી નથી. જેમ પિતા વિના પુત્રાદિની ઉત્પત્તિ સંભવતી નથી તેમ ભેદજ્ઞાન વિના શુદ્ધ આત્માની પ્રાપ્તિ સંભવે નહિ. ક્રિયામાં, શરીરમાં અને સર્વસંગમાં નિર્મમતા રૂપ માતા હોય તો જ આત્મધ્યાન રૂપ પુત્રની પ્રસૂતિ થાય. માતા વિના પુત્રની પ્રસૂતિ ન હોય તેમ વિશ્વના સર્વે પદાર્થોમાંથી મમતાભાવ ગયા વિના આત્મધ્યાન પ્રકટ ન જ થાય.
ચિંતા વિનાનું હૃદય, જીવોના સંસર્ગ વિનાનું સ્થાન, થોડા ભવમાં મોક્ષ જવાની લાયકાતવાળી આસન્નભવ્યતા, જડચૈતન્યના વિવેકવાળું ભેદજ્ઞાન અને
Jain Education International
८
For Private & Personal Use Only
www.jainelibrary.org