________________
છે, સત્પરુષોનો મેળાપ થાય છે, અને યશ-કીર્તિમાં વધારો થાય છે.
શુદ્ધ આત્મભાવમાં રહેનારમાં શ્રુતજ્ઞાન, વિરતિભાવ અને શીયળ ગુણ પ્રગટે છે, ઈન્દ્રિયોનો જય થાય છે, તપ વધે છે, સમ્યફષ્ટિ ખૂલે છે. સદ્ભાવના વધે છે, મૂળ ઉત્તમ ગુણોરૂપ ધર્મ નજીક આવે છે. ઉત્તમ ગુણોનો સમુદાય પ્રકટે છે, પાપ ઓછું થાય છે બાહ્ય અત્યંતર સંગમાંથી આસક્તિ ધટે છે, ઉગ્ર ઉપસગો દૂર થાય છે અને અંતરંગ વિશુદ્ધિમાં વધારો થાય છે.
શુદ્ધ આત્માનું સ્મરણ કરવું તેના જેવું કોઈ ઉત્તમ તીર્થ નથી. શ્રુત સમુદ્રથી ઉત્પન્ન થયેલું તે ઉત્તમ રત્ન છે. શુદ્ધ આત્માનું સ્મરણ એ સુખનું નિદાન છે. મોક્ષનું શીઘગામી વાહન છે.
પહાડોમાં જેમ મેરૂપર્વત, વૃક્ષોમાં કલ્પવૃક્ષ,ધાતુઓમાં સુવર્ણ, પીવા લાયક પદાથોમાં અમૃત, મણિમાં ચિંતામણિ, પ્રામાણિક પુરુષોમાં તીર્થંકર, ગાયોમાં કામધેનુ, મનુષ્યોમાં ચક્રવર્તી અને દેવોમાં જેમ ઈન્દ્ર ઉત્તમ છે તેમ સર્વ પ્રકારના ચિંતનમાં અને સર્વ પ્રકારના ધ્યાનમાં શુદ્ધ આત્માનું ચિંતન અને ધ્યાન સર્વથી ઉત્તમ છે. જેઓને આ શુદ્ધ ચિદ્રપ આત્માની પ્રાપ્તિ થાય છે તેઓને નવનિધાન, કલ્પવૃક્ષો, કામઘેનુ ચિંતામણિ, દેવાંગનાઓનો સમાગમ, સુખદાઈ ભોગોની પ્રાપ્તિ, લબ્ધિઓ અને ઈન્દ્રાદિકની ઋદ્ધિ ઈત્યાદિ દુર્લભ વસ્તુઓ કાંઈ પણ સંતોષ આપી શકતી નથી.
કોઈ મનુષ્ય અસુંદર રૂપવાળો, કાન વિનાનો, વામણો, કુબડો, નાક છેરાયેલો, અમધુર, મૂંગો, હાથ-પગ વિનાનો, ભણ્યા વિનાનો, બહેરો અને કોઢાદિ રોગવાળો હોય, છતાં પણ જો તે શુદ્ધ આત્માનું સ્મરણ કરનારો હોય તો તે આત્મભાન ભૂલેલા વિદ્વાનો કરતાં પણ વિશેષ પ્રશંસા કરવાને લાયક છે. હે આત્મદેવ ! તું તારા જ્ઞાનસ્વરૂપ આત્માનું દરેક ક્ષણે સ્મરણ કર, તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org