________________
આત્મવિશુદ્ધિ
પ્રકરણ પહેલું (૧)
શુદ્ધ આત્મા
अर्थान यथास्थितान सर्वान,समं जानाति पश्यति निराकुला गुणी योडसौ, शुद्धचिद्रूप उच्यते ।।१।।
વિશ્વમાં રહેલા સર્વ પદાર્થોને, જેવી રીતે છે તેવી રીતે બરોબર જે જાણે છે અને જુએ છે, તે વ્યાકળતા વિનાના અને ગુણી આત્માને શુદ્ધ જ્ઞાન સ્વરૂપ કહેવામાં આવે છે.”
શુદ્ધ આત્મા સત્તામાંથી પોતાના ખરા સ્વરૂપમાં પ્રકાશિત થાય છે ત્યારે તે દેહ અને કર્મના કોઈ પણ અણુઓથી વીંટાએલો હોતો નથી. તે એકીવખતે આ વિશ્વને જાણે છે અને જુએ છે. વિશ્વના તમામ પદાથોને તેના ખરા સ્વરૂપમાં જાણે છે. તે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દરહિત હોવાથી નિરંજન છે. ઈન્દ્રિયો તેને કોઈ પણ રીતે ગ્રહણ કરી શકતી નથી. પોતાના અનુભવથી જ તે જાણી શકાય છે. તે શુદ્ધ આત્માને ત્યાગ કરવા યોગ્ય, ગ્રહણ કરવા યોગ્ય કે જાણવા યોગ્ય કાંઈ બાકી રહેતું નથી. તેને હવે ધ્યાન કરવા યોગ્ય કે જાણવા યોગ્ય કાંઈ બાકી રહેતું નથી તેને હવે ધ્યાન કરવા યોગ્ય કાઈ ધ્યેય નથી. કેમકે પોતાનું પૂર્ણ સ્વરૂપ પ્રકટ થઈ ગયું છે. તેનાથી આગળ કોઈ ભૂમિકા ન હોવાથી તે સર્વથી ઉત્કૃષ્ઠ તત્ત્વ છે. જ્ઞાતા અને દષ્ટા એ આત્માનો સ્વભાવ પૂર્ણ સ્વરૂપે પ્રકાશિત થયેલો છે. અન્ય સર્વ દ્રવ્યોથી તે મુક્ત હોવાથી શુદ્ધ છે. નિર્મોહી મનુષ્યોને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org