________________
એવું વારંવાર ચિંતવન કરવું.
આ પરમ તત્ત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહો; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરો, અને જન્મમરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ! નિવૃત્તિ થાઓ !! હે જીવ, આ કલેશરૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા જાગૃત થા !!નહીં તો રત્નચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે.
હે જીવ! હવે તારે સત્પરષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
પત્રાંક ૫૦૫ વ. પૃ. ૪૦૬
(પ). હે કામ ! હે માન ! હે સંગઉદ્ય ! હે વચનવર્ગણા! હે મોહ ! હે મોહયા ! હે શિથિલતા ! તમે શા માટે અંતરાય કરો છો ? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ ! અનુકૂળ થાઓ.
હાથ નોંધ ૨-૧૯ વ. પૃ. ૮૨૩
ઠા
Jain Education Internatiorfar Private
Potsonal Use Onlyww.jxfleiriz.org