________________
જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જેનાં વચનને અંગીકાર કર્યો સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વ કાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ, નિર્ભય થાય છે તે વચનના કહેનાર એવા સત્પરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશકિત છે; કેમ કે જેનો પ્રત્યુપકાર ન થઈ શકે એવો. પરમાત્મભાવ તે જાણે કંઈ પણ ઈચ્છયા વિના માત્ર નિષ્કારણ કરૂણાશીલતાથી આપ્યો, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિષે આ મારો શિષ્ય છે અથવા ભકિતનો કર્તા છે, માટે મારો છે, એમ કદી જોયું નથી, એવા જે પુરુષ તેને અત્યંત ભકિતએ ફરી ફરી નમસ્કાર હો !
જે સત્પરુષોએ સદ્ગુરુની ભકિત નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભકિતને પ્રાપ્ત થવાની સદ્ગરના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય
સ્વચ્છંદ માટે, અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભકિતનું નિરૂપણ કર્યું છે, તે ભકિતને
અને તે પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો ! Jain Education Internatiofar Private Parsonal Use Onlyww.jengivere oO