________________
કત્તો ઈશ્વર કોઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રેરક તે ગયે, ઈશ્વર દોષપ્રભાવ. ૭૭ ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ-પ્રભાવ. ૭૮
(૪) શંકા-શિષ્ય ઉવાચ (તે કર્મનું ભોકતાપણું જીવને નહીં હોય ?
એમ શિષ્ય કહે છે :-) જીવ કર્મ કર્તા કહો, પણ ભોકતા નહિ સોય; શું સમજે જડ કર્મ કે, ફળ પરિણામી હોય ? ૭૯ ફળદાતા ઈશ્વર ગણ્ય, ભોકતાપણું સધાય; એમ કહ્યું ઈશ્વરતણું, ઈશ્વરપણું જ જાય. ૮ ૦ ઈશ્વર સિદ્ધ થયા વિના, જગત નિયમ નહિ હોય; પછી શુભાશુભ કર્મનાં, ભોગ્યસ્થાન નહિ કોય. ૮ ૧
(૪) સમાધાન-સદ્ગુરુ ઉવાચ (જીવને પોતાનાં કરેલાં કર્મનું ભોકતાપણું છે, એમાં
સદ્ગુરુ સમાધાન કરે છે :-) ભાવકર્મ નિ જ કલ્પના, માટે ચેતન રૂપ; જીવવીર્યની ફુરણા, ગ્રહણ કરે જડધૂપ. ૮૨
Jain Education Internatiotfær Private Cersonal Use Onlyww.
sindikoly