________________
હોય મુમુક્ષુ જીવ તે, સમજે એહ વિચાર; હોય મતાર્થી જીવ તે, અવળો લે નિર્ધાર. ૨ ૨ હોય મતાર્થી તેહને, થાય ન આતમલક્ષ; તેહ મતાર્થી લક્ષણો, અહીં કહ્યાં નિર્પક્ષ. ૨ ૩
મતાર્થી-લક્ષણ બાહ્યત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય; અથવા નિજકુળધર્મના, તે ગુરુમાં જ મમત્વ. ૨૪ જે જિનદેહ પ્રમાણ ને, સમવસરણાદિ સિદ્ધિ; વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ. ૨૫ પ્રત્યક્ષ સશુરુયોગમાં, વર્તે દૃષ્ટિ વિમુખ; અસગુરુને દ્રઢ કરે, નિજ માનાર્થે મુખ્ય. ૨૬ દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન; માને નિજ મત વેષનો, આગ્રહ મુકિતનિદાન. ૨૭ લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન; ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન. ૨૮ અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય; લોએ સવ્યવહારને, સાધન રહિત થાય. ૨૯
Jain Education Internatio Far Privat
onal Use O
w.jainelibrary.org અારાજciદના