________________
// શ્રી સિદ્ધાચલમંડન ઋષભદેવાય નમઃ |/ // શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | વિજય પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ધર્મજિત-જયશેખર-અભયશેખર સૂરિભ્યો નમઃ
5 ભાવે
જંબર
Iી
આત્મોન્નતિનો પાયો છે જિનભક્તિ. પણ જ્યાં સુધી જિનદર્શન પૂજાની વિધિ-અવિધિનો ખ્યાલ ન હોય, ત્યાં સુધી દર્શન-પૂજા કરવા છતાં એવી ભક્તિ ઉઠતી નથી, અને ચિત્તપ્રસન્નતાનો અનુભવ થતો નથી. બાર્શી ચાતુર્માસ વખતે ભગવાનની પૂજામાં કયાં અવિધિ થાય છે, અને ત્યાં વિધિ શું છે? તે અંગે માર્ગદર્શન આપવા પ્રેક્ટીકલ પૂજાનો કાર્યક્રમ રાખેલો. એ પછી બધાની માંગણી હતી અવિધિ અને વિધિ બન્નેનું માર્ગદર્શન આપતી સચિત્ર પુસ્તિકા પ્રકાશિત થાય તો સારું. તેથી હિન્દીમાં જિનદર્શનપૂજા વિધિ-અવિધિ પુસ્તક તૈયાર કરેલુ. લોકો તરફથી એ પુસ્તકને જબરદસ્ત પ્રતિભાવ મળ્યો. ગુજરાતીમાં આવું પુસ્તક જરુરી છે એવા સૂચનો થવાથી હવે કેટલાક સુધારાસાથે આ ગુજરાતી આવૃત્તિ બહાર પડી રહી છે. લોકો આવકારશે અને એના ઉપયોગથી વિધિને સમજી ભક્તિથી પૂજા કરી ઉન્નતિ સાધશે એવી શુભેચ્છા છે. પૂજા વગેરે અંગે નાના-મોટા ઘણા મતાંતરો સંઘમાં પ્રવર્તે છે તેથી આ પુસ્તકમાં બતાવેલી વિધિઓ અંગે પણ મતભેદ હોઈ શકે. તે વખતે પોતાને માન્ય ગીતાર્થ ગુરુભગવંતના માર્ગદર્શન મુજબ વર્તવાની ભલામણ છે.
જે કાંઈ જિનાજ્ઞા વિરુદ્ધ હોય, તે માટે મિચ્છામિ દુક્કડમ્
- અજિતશેખર વિજય ucation International For Private & Personal Use Only www.jainelibrary.org
Jain