________________
એક મિનિટ..... પૂજાના કપડાવાળા ફોટાઓ જોઇને અને પેટ શર્ટવાળા ફોટા ન હોવાથી આ પુસ્તક માત્ર પૂજા કરનાર વ્યક્તિઓને માટે ઉપયોગી છે” એમ માનવું નહીં... દર્શન કરનાર વ્યક્તિઓ માટે પણ આ પુસ્તક તેટલું જ ઉપયોગી છે. કેમકે અંગપૂજાવિષયક વિધિ-અવિધિ છોડીને બાકીની બધી વિધિ-અવિધિ દર્શન કરનારમાટે પણ મહત્ત્વની છે. તેથી દર્શનાર્થીઓ પુસ્તકના માધ્યમથી વિધિઅવિધિનું જ્ઞાન જરૂર પ્રાપ્ત કરીને વિધિયુકત દર્શન કરી શકે. પુસ્તકમાં પૂજાની વિધિ અનુરૂપ ક્રમશ : ફોટા તથા વિધિ-અવિધિનું સંકલન કર્યું છે. તેથી એ જ ક્રમથી વિધિયુકત દર્શન-પૂજા કરવા અને અજ્ઞાનતાના કારણે થઇ જતી અવિધિને દૂર કરવી. ......દેરાસરમાં નહીં લઇ જવા યોગ્ય સામગ્રી...
બીસ્કીટ, પીપરમેંટ, ચોકલેટ, અભક્ષ્ય મીઠાઈ, જાંબુ, બોર આદિ તુચ્છ ફલ, સુગંધરહિત ફૂલ, પાનમસાલા, સીગરેટપેકેટ, માણિકચંદ ગુટકા, દવાટેબલેટ્સ આદિ ખાન-પાનની પૂજામાં અનુપયોગી સામગ્રી તથા બામ, મલમ વગેરે તથા સ્કુલે જતા વિદ્યાર્થીએ ખભાપરથી દફતર ઉતારવામાં આળસ ન કરવી. નાસ્તાનો ડબ્બો વગેરે દેરાસરમાં લઈ ગયા બાદ એ નાસ્તો કરી શકાય નહીં. દેરાસરના વાસણો થાલી, કુંડી, ડોલ, વાટકી વગેરે સ્ટીલના વાપરવા જોઇએ નહીં.
....દેરાસરમાં લઇ જવા યોગ્ય સામગ્રી.
| પંચામૃતના સાધન, બંગલુંછના, ચંદન, બરાસ, સુગંધિત ફૂલ, ધૂપ, દીપક, પંખો, દર્પણ, ચામર, ચોખા, ફુલ, નૈવેદ્ય, આંગીની વિવિધ સામગ્રી, તથા અન્ય પણ દેરાસરમાં ઉપયોગી સામગ્રી આવશ્યક હોય તે લઈને જવું. સોના, ચાંદી, કાંસું, તાંબુ, પીત્તળ, જર્મન સીલ્વરના વાસણો વાપરવા જોઈએ.
Jan Education me national
For Private & Persona Use Only
www.jainelibrary.org