________________
૧૮
શતનામા પંચમ કેર્મગ્રંથ,
यदुक्तं-*सव्वेविय अइयारा, संजलणाणं तु उदयओ हुंति ॥
मूलुच्छिज्जं पुण होइ, वारसण्हं कसायाणं ॥१॥ હવે અઘાતી ૭૫ પ્રકૃતિ કહે છે. ક્ષાર) ઇત્યાદિ આઠ પ્રત્યેક પ્રકૃતિ ૮, સજુવંgિo ઇત્યાદિ શરીર ૫, ઉપાંગ ૩, સંસ્થાન ૬, સંઘયણ ૬, જાતિ ૫, ગતિ ૪, ખગતિ ૨, આનુપૂવી ૪, એવં ૩૫, ચાર આયુ એ સર્વ મળી ૪૭, ત્રસનો દશકો તથા સ્થાવરનો દશકો એવં ૨૦ મળી ૬૭, બે ગોત્ર, બે વેદનીય ૭૧, ચાર વર્ણાદિ મળી ૭૫, એ પંચોતેર પ્રકૃતિ જ્ઞાનાદિ ગુણને ઘાત ન કરે તે માટે અતિની કહીએ, તે દેશઘાતિની સાથે વેદાતી તેના સરખી જ થાય અને સર્વથાતિની સાથે વેદાતી તે સરખી જ થઈ જાય, જેમ પિતે ચાર ન હેય પણ ચોર સંઘાતે મળે કે ચાર સરખેજ થાય ૧૪
ઉદય જાણો અને તેના અવિષયભૂત [ કેવળજ્ઞાનના વિષયભૂત] અનંત ગુણોને જે ન જાણે તે કેવળજ્ઞાનાવરણને ઉદય જાણવો. દર્શનત્રિક માટે પણ એ પ્રકારે જાણવું. સંજવલન કષાય અને નોકષાય પણું ચારિત્રવાળાને તેના ચારિત્રના દેશને હણે. કારણ કે ચારિત્રના મૂળગુણ અને ઉત્તરગુણમાં અતિચાર ઉપજાવે છે માટે તે દેશઘાતી કહીએ. દાન, લાભ, ભોગ અને ઉપભેગને ગ્રહણ ધારણ યોગ્ય પુદ્ગલ દ્રવ્યો સર્વ પુગલાસ્તિકાયના અનન્તમાં ભાગરૂપે એક દેશ જેટલા છે તેથી પુદ્ગલાસ્તિકાયના દેશરૂપ પુદગલ દ્રવ્યોને દાનાદિ ક્રિયામાં આવરે માટે તે દાનાંતરાયાદિને દેશઘાતી કહીએ. વીર્યંતરાય પણ દેશઘાતી જ છે કેમકે તે સર્વ વીર્યને હણતું નથી. સૂક્ષ્મનિગોદ જીવને પણ વીર્યંતરાય કર્મને ઉદય વર્તતે છતે આહારપરિણમન, કર્મલિકગ્રહણ અને ગત્યંતરગમનરૂપ વીર્ય લબ્ધિ હોય છે; તે વીર્યતરાયનો ક્ષયપશમ જાણે. નિગોદથી માંડી ક્ષીણ ગુણ સ્થાનવર્તિ જ પર્યત વીર્યની તરતમતા જાણવી. આ સર્વ કેવળીને વીર્યને એક દેશ જાણો તે માટે દેશઘાતી કહીએ; સર્વઘાતી હોય તે એટલે જઘન્ય ગુણ પણ ન હોઈ શકે.
* સંજ્વલન કષાયોના ઉદયથી ચારિત્રમાં અતિચારે ઉત્પન્ન થાય અને પહેલા બાર કષાયને ઉદય તે મૂળગુણનેજ છેદ કરનારે હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org