________________
ઉપશમ શ્રેણિ.
૧૫૧ કષાય સમકાળે અંતમુહૂર્તમાંહે ઉપશમા. કેટલાએક કહે છે કે અનંતાનુબંધિની ઉપશમના ન હોય તે માટે તેની વિસંયોજના કરે કે ખપાવે, ત્યારપછી સમ્યકત્વ મિશ્ર મિથ્યાત્વ રૂપ ત્રણ દર્શન મોહનીય સમકાળે ઉપશમાવે, ત્યાં મિથ્યાષ્ટિને પ્રથમ સમ્યકત્વ પામતાં મિથ્યાત્વ ઉપશમાવ્યા બાદ અનંતર સમયે મિથ્યાત્વના અનુદાય થકી ઔપથમિક સમ્યકત્વની પ્રાપ્તિ થાય, ત્યારપછી દેશવિરત પ્રમત્ત અપ્રમત્તે પણ મિથ્યાત્વ ઉપશમેલ પામીએ. અને વેદક સમ્યગ્દષ્ટિ ત્રણે દર્શનમોહનીયને ઉપશામક હોય, તે અપૂર્વકરણ ગુણઠાણે ચઢતો તે ગુણઠાણાને સંખ્યાતમો ભાગ ગયે થકે નિદ્રા અને પ્રચલાનો બંધ છેદ કરે. તથા વળી તે ગુણઠાણના સંખ્યાતા ભાગ ગયે થકે અને એક ભાગ થાકતે થકે દેવગતિ ૧, દેવાનુપૂથ્વી ૨, પંચંદ્રિય જાતિ ૩, વૈકિય શરીર ૪, ધકિયોપાંગ ૫, આહારક શરીરે ૬, આહારકોપાંગ ૭, તેજસ શરીર ૮, કામણ શરીર ૯, સમચતુરસ્ત્ર સંસ્થાન ૧૦, વર્ણચતુષ્ક ૧૪, અગુલઘુ નામ ૧૫, પરાઘાત નામ ૧૬, ઉપઘાત નામ ૧૭, ઉસ નામ ૧૮, ત્રસ નવક ર૭, શુભવિહાગતિ ૨૮, નિર્માણ નામ ૨૯ અને જિન નામ ૩૦, એ ત્રીશ પ્રકૃતિને બંધથી ટાળે. વળી તેજ ગુણઠાણાને ચરમ સમયે હાસ્ય, રતિ, ભય અને કુચ્છા એ ચારને બંધ ટાળે એનું
સ્વરૂપ વિસ્તાર થકી કર્મપ્રકૃતિની ટીકાથી જાણવું, હવે નવમે ગુણઠાણે આ શું કરે ? તે કહે છે–ત્યાર પછી જે પુરૂષ આરંભતા હોય તે પ્રથમ નપુંસક વેદ, પછી સીવેદ, પછી હાષટક અને પછી પુરૂષદ ઉપશમાવે. જે સ્ત્રી આરંભતી હોય તો પ્રથમ નપુંસક વેદ, પછી પુરૂષ વેદ પછી હાસ્ય ષક અને પછી સ્ત્રીવેદ ઉપશમાવે, અને જે નપુંસક આરંભતા હોય તે પ્રથમ જીવેદ, પછી પુરૂષદ, પછી હાસ્ય ષક અને પછી નપુસકે વેદ ઉપશમાવે, ત્યારપછી બે બે ફોધાદિક એકેક સંજવલન કષાયને આંતર સરખે સરખા ઉપશમાવે, તે આ પ્રમાણે-અ પ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય એ બે કોઈ સમકાળે ઉપશમાવે, ત્યાર પછી સંજવલન ક્રોધ ઉપશમાવે, ત્યારપછી અપ્રત્યાખ્યાનીય પ્રત્યા
ખ્યાનીય એ બે માન સમકાળે ઉપશમાવે ત્યાર પછી સંવલન માન ઉપશમાવે. ત્યારપછી અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org