________________
પંડિતવર્ય શ્રીમાનું વીરચંદભાઈ મેઘજીભાઈ
છબીલદાસ કેશરીચંદ સંઘવી
સૌરાષ્ટ્રમાં રાણપુર પાસે પાળીયાદ ગામના તેઓશ્રી વતની હતા. માતૃભૂમિ પાળીયાદમાં વ્યાવહારિક અભ્યાસ કરી લગભગ વિ. સં. ૧૯૬૫-૬૬ મહેસાણા શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પ્રાકૃત પાઠશાળામાં જોડાયા.
તેઓશ્રી પં. શ્રી પ્રભુદાસભાઈ, પં. શ્રી પૂંજાભાઈ નારૂબાઈ વગેરે ઉચ્ચકોટીના પંડિતવર્યોના સહાધ્યાયી હતા. કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યવૃત સિદ્ધહેમ વ્યાકરણનો ખૂબ જ સુંદર અભ્યાસ કર્યો હતો. અને વ્યાકરણના અધ્યાપન તરીકેના કામમાં અજોડ ગણાતા હતા.
અણહિલપુર પાટણમાં શ્રી હૈમ સારસ્વત સમ હેમચંદ્રાચાર્ય પાઠશાળા વગેરેમાં વર્ષો સુધી અધ્યાપન કર્મ કરાવ્યું. અને લગભગ પાટણના વતની જેવા થઈ ગયા હતા. પાટણ તેઓશ્રીના પરિવારની માતૃભૂમિ જેવું થઈ ગયું હતું.
સારી ય જિંદગી અધ્યયન અધ્યાપનમાં જ તલ્લીન રહ્યા. આવા પંડિત રત્નને સહન્ન નમસ્કાર...
(૫૮)
સૌજન્ય : શ્રી જેઠાલાલ રવજી દેઢીઆ, કાંદીવલી
|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org