________________
એક અમર વ્યક્તિત્વ – પૂ. બુદ્ધિસાગરજી
ડૉ. પ્રફ્લાદ પટેલ
રહી દીક્ષા યતિની ઓં, જગત ઉદ્ધાર કરવાને, સકલ કર્મો પરિહરવા, સહજની શાન્તિ વરવાને. (પૂ. બુદ્ધિસાગરજી)
ઉત્તર ગુજરાતમાં આવેલા વિજાપુરમાં એક સાધારણ, નિરક્ષર પટેલ ગોત્રમાં જન્મેલ બહેચર નામે બાળક ભવિષ્યમાં પ્રચંડ મેધાનો સ્વામી, મહાન સમાજસુધારક, શતાધિક ગ્રંથોનો સર્જક, યોગનિષ્ઠ અધ્યાત્મમય યુગપ્રભાવક મહાન જૈનાચાર્ય બનશે એવી એ કાળમાં ભાગ્યે જ કોઈને કલ્પના આવી હશે. વિ. સં. ૧૯૩૦માં જન્મેલ બહેચરને-પિતા શિવદાસ અને માતા અંબાબાઈના આ સંતાનને પિતૃવારસામાં કાંઈ વિશેષ મળ્યું જણાતું નથી. પરંતુ વૈવાયત્ત ૩ને ગ, માયત્ત તું પૌરુષમ્ ન્યાયે ભવાન્તરનું ભવ્ય ભાથું લઈને આવનાર આ પટેલ ગોત્રનો બાળક બચપણમાંથી જ જૈન સંસ્કાર પામી, દીક્ષા લઈ સમગ્ર જૈન સમાજનું અને ગુજરાતનું એક અણમૂલું રત્ન સાબિત થાય છે.
બહેચરદાસે ગામઠી શાળામાં બે-ત્રણેક ધોરણનું શિક્ષણ લીધું, ત્યાં જૈન કુળના ડાહ્યાભાઈ દેસાઈ સાથેની મૈત્રીએ તેમના સમગ્ર જીવતરને અનેક દિવ્યતાઓથી ભરી દેવાની તકો પૂરી પાડી, વિદ્યાવંત થવા ઝંખતા બહેચરદાસને ડાહ્યાભાઈના ઘેરથી સરસ્વતી મંત્રયુક્ત હસ્ત લિખિતગ્રંથ મળ્યો; વિજાપુરના ભાદાણીવાડાના દેરાસરમાં પદ્માવતીદેવીની પ્રતિમા સામે તેમણે મંત્ર આરાધના કરી. આપણા આ બહેચર-કાલિદાસને શારદાએ દર્શન આપ્યાં કે નહીં તે જગત જાણતું નથી, પરંતુ એમના સાહિત્ય સર્જનની વિશાળતા, વૈવિધ્ય અને તાત્ત્વિક ઊંડાણ જોતાં સ્પષ્ટ થાય છે કે તે શારદાના કૃપાપાત્ર બન્યા જ હતા.
વિજાપુરમાં સુશ્રાવક દોશી નથુભાઈ અને તેમનાં પત્ની જડાવબહેને બહેચરદાસનાં ધર્મ-માતાપિતા બની તેમના ઘડતરમાં ઊંડો રસ લીધો; અને યોગાનુયોગ બહેચર મહાન જૈન મુનિ પૂ. રવિસાગરજીના પરિચયમાં આવ્યા, રવિની કૃપાથી-સ્પર્શથી શતદલ કમળ ખીલી ઊઠે તેમ પૂ. રવિસાગરજી મહારાજની અસીમ કૃપાથી બહેચરદાસે આત્માનાં અંધારા ઉલેચી શતદલ કમલશા જૈન સાધુ બનવાની દિશામાં ગતિ કરી.
ત્યાર પછી તો બહેચરદાસ ઉપાશ્રયમાં આવતા સાધુઓના પરિચયમાં આવતા ગયા, આત્મા વૈરાગ્યવાસિત થતો ગયો તે પછી તેઓ આજોલમાં પાઠશાળાના શિક્ષક બન્યા. અનેક
સૌજન્ય : શ્રી કાંતિલાલ કાળીદાસ દોશી, પાલનપુર
૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org