________________
શતાબ્દીના શુભપ્રસંગે આટલી અપેક્ષા જરૂર રાખી શકાય.
ઉપાધ્યાયજી મહારાજ સમર્થ તાર્કિક વિદ્વાન હતા એટલું જ નહીં પણ તેઓ ભારોભાર આધ્યાત્મિક જ્ઞાની પણ હતા. એ તેઓશ્રીએ બનાવેલ “અધ્યાત્મસાર”, “અધ્યાત્મોપનિષદૂ” “જ્ઞાનસાર, વગેરે ગ્રંથોથી સ્પષ્ટ માલૂમ પડે છે.
પૂર્વ મહાપુરુષો જિનભદ્રગણી ક્ષમાશ્રમણ, તથા સિદ્ધસેન દિવાકરનાં પરસ્પર વિરુદ્ધ દેખાતાં છતાં નયાપેક્ષ વચનોને આગ્રહ રાખ્યા સિવાય બરાબર સંગત કરી આપવામાં ઉપાધ્યાયજી મહારાજશ્રીની તુલનાત્મક દૃષ્ટિએ અજબ કામ કર્યું છે. તે આજના પૂ. આચાર્યપુંગવોએ ધ્યાનમાં લેવા જેવું છે.
ઉપાધ્યાયજી મહારાજના જીવનને લગતી કેટલીક કિંવદત્તીઓ ચાલી આવે છે. અને તેમાં તથ્ય હોવાની સંભાવના ઘણી જણાય છે. તેમાંની કેટલીક ટૂંકાણમાં અહીં આપવામાં આવે છે.
(૧) બાળવયમાં માતાની સાથે ઉપાશ્રયે પ્રતિક્રમણ કરવા જતા. એક વખત ઉપાશ્રયમાં પ્રતિક્રમણ કરાવનાર કોઈ ન હતું, ત્યારે માતાને બહુ ખેદ થયો. બાળકે ખેદનું કારણ પૂછતાં માતાએ જણાવ્યું કે પુત્ર ! આજે મારું પ્રતિક્રમણ રહી જશે, કારણ કે ઉપાશ્રયમાં પ્રતિક્રમણ કરાવનાર કોઈ નથી. ત્યારે પુત્રે માતાને કહ્યું કે તમે જરાય દુઃખ ન લાવો, હું પ્રતિક્રમણ કરાવું અને માતાને આશ્ચર્ય પમાડતા બાળકે આખુંય પ્રતિક્રમણ બરાબર કરાવ્યું. ઉપાશ્રયે માતાની સાથે જતા ત્યારે સાંભળવા માત્રથી યાદ રહી ગયું હતું. આ હકીકત ગુરુ મહારાજે જાણતાં તે ભાવિ મહાપુરુષ થશે એ ગણતરીએ માતા પાસે પુત્રની માંગણી કરી અને માતાએ પણ તે માંગણી ખૂબ હર્ષપૂર્વક આવકારી હતી.
(૨) ઉપાધ્યાયજી મહારાજ કાશીથી અભ્યાસ કરી તાજા જ આવેલા અને સાંજે ગુરુમહારાજ સાથે પ્રતિક્રમણ કરતાં સજઝાય બોલવાનો સમય થતાં ગુરુમહારાજે સજઝાય બોલવાની શરૂઆત કરી; ત્યારે શ્રાવકોએ ગુરુમહારાજને સૂચન કર્યું કે સાહેબ ! આપના વિદ્વાનું શિષ્ય કાશીમાં અભ્યાસ કરી આવ્યા છે તો તેમને સઝાય બોલવા કહો, તો કંઈક નવું સાંભળવા અને જાણવા મળે, ગુરુજીએ કહ્યું કે “બોલ” ત્યારે ઉપાધ્યાયજી મહારાજે કહેલ કે સાહેબ ! સઝાય તો આવડતી નથી.” ત્યારે શ્રાવકોમાંથી કોઈક બોલી ઊઠ્યું કે “ત્રણ વર્ષ કાશીમાં અને ચાર વર્ષ આગ્રામાં રહી શું ઘાસ વાઢ્યું.” ! ઉપાધ્યાયજી મહારાજ તો ચૂપ જ થઈ ગયા, પણ બીજે દિવસે સક્ઝાયનો અવસર પામી આદેશ માંગી સઝાય કહેવા માંડી, વખત ઘણો વીતવા માંડ્યો, બધા અકળાયા, પણ ઉપાધ્યાયજી મહારાજે તો સઝાય બોલવી ચાલુ જ રાખી. ટકોર કરનાર ટકોર કરવામાં જેટલા ઉતાવળા હોય છે તેમ અકળાઈ જવામાં પણ તેટલા જ ઉતાવળા હોય છે. અને તેમાં તેઓ સૌથી મોખરે હોય છે. એટલે ટીકા કરનાર શ્રાવકે જ કહ્યું કે... “હવે ક્યાં સુધી ચાલશે !” જવાબમાં ઉપાધ્યાયજી મહારાજે કહ્યું કે “કાશીમાં વાઢેલા ઘાસના આ તો પૂળા બંધાય છે.” આથી ટકોર કરનાર શ્રાવક ઝંખવાણા પડી ગયા અને ક્ષમા
૨૬
સૌજન્ય : શ્રી ચંદુલાલ નેમચંદભાઈ શાહ, થરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org