SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ તો ઘણા આત્માઓ ઉત્તમ સંસ્કારો પ્રાપ્ત કરી ધર્મસંસ્કારભર્યું ઉત્તમ જીવન જીવતા હતા. સંસ્થાનું કાર્ય વૃદ્ધિ પામતું હતું. સંસ્થાના વહીવટ માટે પણ અનેક આત્માઓ પોતાના અમૂલ્ય સમયનો ભોગ આપતા હતા. તો શેઠ શ્રી વેણીચંદભાઈ વગેરે સંસ્થાના વધતા જતા ખર્ચને પહોંચી વળવા અનેક રીતે પ્રયત્ન કરતા હતા. જ્યારે વધતી જતી વિદ્યાર્થીઓની સંખ્યાની સગવડ સાચવવા પાઠશાળાનું આ મકાન પણ નાનું પડવા લાગ્યું. એવામાં પૂ. પં. શ્રી સિદ્ધિવિજયજી મ. સા. નું વિ. સં. ૧૯૭૫નું ચાતુર્માસ મહેસાણા થયું. પૂ. સિદ્ધિવિજયજી મ. સા.ની આચાર્ય પદવી પણ મહેસાણામાં આ જ વર્ષે થઈ જે પૂ. આ. દેવ શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મ. સા. (બાપજી મ.)ના નામે પ્રસિદ્ધ થયા. તેઓશ્રીએ આ મકાનની મુશ્કેલી દૂર કરવા પાઠશાળાના મકાનની સામે જ જે ગોરજીના ઉપાશ્રયના નામે જગ્યા હતી મકાન પાઠશાળાને અપાવ્યું. મકાનની મુશ્કેલી દૂર થઈ, પાઠશાળા અને શ્રેયસ્કર મંડળની પ્રવૃત્તિઓ પણ વિસ્તરતી જતી હતી. શેઠ શ્રી વેણીચંદભાઈ જૈન સંઘમાંથી અનેક ધર્મશ્રદ્ધાળુ આગેવાનોને આ સંસ્થાના કાર્યમાં ખૂબ ખૂબ રસ લેતા કરતા હતા. આ સંસ્થાના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રટરીઓ, ટ્રસ્ટીઓ, સભ્યો વગેરેની યાદી અન્યત્ર આપી છે. એ બધાયે આ સંસ્થાના ઉત્કર્ષમાં અગ્રગણ્ય ભોગ આપ્યો છે. તો આ સંસ્થામાં અભ્યાસ કરી સંયમજીવનનો સ્વીકાર કરી જૈન સંઘના તેજસ્વી તારક બનેલ પૂ. મુનિ મહારાજાઓનું સ્મરણ પણ પ્રાપ્ત થયેલ ફોટાઓ સાથે આ સાથે જ કરેલ છે. શ્રી વેણીચંદભાઈએ જીવનપર્યન્ત આ સંસ્થાના ઉત્કર્ષ માટે અગાધ પ્રયત્ન કર્યા. વિશેષતઃ પૂ. સાધુ-સાધ્વીજી મ. સા.ના અધ્યયનાર્થે પોતાના કાકા શ્રી કસ્તુરચંદ વીરચંદ દ્વારા આ જ સંસ્થાને હસ્તક શ્રી કસ્તુરચંદ વીરચંદ જૈન વિદ્યાશાળાની સ્થાપના કરી. અને તે માટે શ્રી સંઘના ઉપાશ્રયની પડખે આવેલું તેમનું મકાન વિદ્યાશાળાને અર્પણ કર્યું જ્યાં વર્ષો સુધી પૂ. સાધુસાધ્વી મ. સા. આદિ અનેક અભ્યાસુઓએ પોતાની જ્ઞાનપિપાસા પૂર્ણ કરી છેલ્લાં ૪૦ વર્ષથી વહીવટી અનુકૂળતા ખાતર આ વિદ્યાશાળા હાલ પાઠશાળાના મકાનમાં જ કાર્યરત છે. વિ. સં. ૧૯૮૩ જેઠ વદ-૯ ના શ્રી વેણીચંદભાઈ સ્વર્ગસ્થ થયા. પરંતુ સંસ્થાનો વહીવટ શેઠ બબલદાસ નગીનદાસ વગેરે એવા પુણ્યવંત શ્રાવકોએ સંભાળેલ કે જેથી સંસ્થાની પ્રવૃત્તિઓમાં જરા પણ ન્યૂનતા ન આવી. બલકે પ્રવૃત્તિઓ વિશેષ-વિશેષતઃ પાંગરતી રહી. વિ. સં. ૧૯૮૩થી સ્થાનિક વહીવટમાં ડૉ. મગનલાલ લીલાચંદ અગ્રગણ્ય રહ્યા, જેઓશ્રી તેઓના માયાળુ અને સેવાવૃત્તિ સ્વભાવથી અભ્યાસકોને અત્યંત આદરણીય અને વહીવટદારોને અનુકરણીય રહ્યા. વિ. સં. ૧૯૯૬થી જીવનપર્યન્ત આ સંસ્થાના સેક્રેટરી તરીકે સેવા આપી. વિ. સં. ૨૦૨૩ માં તેમણે ચિરવિદાય લીધી. આ જ સમયમાં સંસ્થાના પં. શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખે પાઠશાળાના શિક્ષણ સૌજન્ય : શ્રી પતીશ ફૂડ પ્રોડક્શન લિ., સાબરમતી ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001098
Book TitleShatabdi Yashogatha
Original Sutra AuthorN/A
AuthorJain Shreyashkar Mandal, Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1998
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy