________________
ધર્મલાભ
પૂજ્ય ઉપાધ્યાયશ્રી યશોવિજયજી જૈન પાઠશાળાના “શતાબ્દી મહોત્સવ”નું આયોજન એક નિઃસ્પૃહ શ્રાદ્ધવર્યની શાસનની ધગશ અને તેને કાર્યરૂપમાં પરિણતક છે.
વાસ્તવિક વિચારીએ તો આ પાઠશાળા એ શાસન અને શ્રાવકની એકતાનું દૃષ્ટાંત પૂરું પાડે છે. શાસનનું મૂર્ત દર્શન કરવું હોય તો જુઓ
“શેઠ શ્રી વેણીચંદ સૂરચંદ”
આવી ઉક્તિ અતિશયોક્તિભરી ન ગણી શકાય, કારણ કે તેઓની નામોલ્લેખની ભાવના ન હતી. આવી ઉદાત્તભાવનાવાળા વ્યક્તિથી જન્મેલ પાઠશાળા આ શતાબ્દી મહોત્સવના માધ્યમે તેનાં સઘળાં કાર્યો સરળતાથી અને સહજ પ્રેરણા સાથે પૂર્ણ કરે તેવા મંગલ આશિષ પાઠવતાં દિલ આનંદ અનુભવે છે.
આ મારો આનંદ ધારેલાં કાર્યો પાર કરીને અતિ આનંદ માટે બને તેવા મંગલ આશિષ. આગમોદ્ધારકના લઘુશિષ્ય સૂર્યોદયસાગરસૂરિ
૧૧.૪.૯૭
પાલિતાણા
૬
ધર્મલાભ
સમ્યગ્ જ્ઞાન દર્શન ચારિત્રનો પ્રચાર પ્રસાર કરતી શ્રી યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળા મહેસાણા ૧૦૦ વર્ષ પૂર્ણ કરીને ૧૦૧ વર્ષમાં શુભારંભ કરે છે તે નિમિત્તે શતાબ્દીની ઉજવણી થઈ રહી છે. તે જાણી અતિઆનંદ થયો છે.
Jain Education International
શાસનની એકમાત્ર આ સંસ્થા છે. જેણે ધાર્મિક શિક્ષા દ્વારા અનેક સાધુભગવંતો તથા પંડિતો શાસનને અર્પણ કર્યા છે. ૧૦૦ વર્ષમાં સંસ્થાએ જે કાર્ય કર્યું છે તે અનુમોદનીય છે. વર્તમાનમાં બાહ્ય શિક્ષાનો ખૂબ જ પ્રચાર છે. તેવા યુગમાં પણ આ સંસ્થા પોતાના કાર્યમાં ખૂબ જ પ્રગતિ કરી રહી છે. તે માટે કુશળ કાર્યકર્તાઓને ધન્યવાદ ઘટે છે.
અભ્યાસ કરી ગયેલા વિદ્યાર્થીઓ પોતાની માતૃસંસ્થાના શતાબ્દીના મંગલ અવસરે ઉલ્લસિત બને એ સ્વાભાવિક છે. શતાબ્દીના ઉજવણી પ્રસંગે શાસનને અર્પણ થયેલી આ સંસ્થા વધુ પ્રગતિ કરે એવી અંતરની શુભેચ્છા પૂર્વક ધર્મલાભ.
૨.૮.૯૦
સૌજન્ય : શ્રી અભેચંદ ગુલાબચંદ ઝવેરી, મુંબઈ
For Private & Personal Use Only
પૂના
• વિજય ઇન્દ્રદિન્નસૂરિ
www.jainelibrary.org