________________
ધર્મલાભ
ઉપરોક્ત સંસ્થા સ્વકાર્યની શતાબ્દી પૂર્ણ કરે છે. તે પ્રસંગે અમારી હાર્દિક શુભેચ્છા સહ શુભાશીર્વાદ જાણશો. આ સંસ્થા હજુ પણ પ્રગતિના પંથે આગળ વધતી જ રહે વધતી જ રહે એ જ શુભ લાગણી રહ્યા કરે છે.
આ પ્રસંગે અવસરોચિત સૂચન કરવાનું મન થાય છે કે આ સંસ્થાનો વધુ વિસ્તાર કરવા અન્ય બાળકો વધુ પ્રમાણમાં લાભ લઈ શકે તે માટે સંસ્થાની શાખા કોઈ મોટા શહેરમાં પ્રારંભ કરવામાં આવે તો વધુ બાળકો તૈયાર થઈ શકે.
અ. વ. ૮ ૨૦૫૩
વર્તમાનમાં શિક્ષકો અને વિશિષ્ટ પંડિતોની ખેંચ ઘણી વર્તાઈ રહી છે. ત્યારે ઉપરોક્ત સૂચન કદાચ આ સમસ્યાને કાંઈક અંશે હળવી કરી શકે તેવું માનું છું...વિચારશો... જો સંસ્થા આ અંગે પુખ્ત વિચાર કરી પ્રવૃત્તિ કરે તો શક્ય સહકાર આપવા અમો પણ ધ્યાન આપીશું.
- વિજયરામસૂરિ
ધર્મલાભ
સામાન્યપણે જીવમાત્ર સુખશેલીયો હોય છે, ઉત્સવ પ્રિય હોય છે. કપરાં ચઢાણની જેમ જ્ઞાન અને ધ્યાનના વિષયો એને અણગમતા હોય છે. પણ નવજાત શિશુને જેમ કડવાશની જરૂર પડે જ છે. તેમ જૈન સમાજની સ્વસ્થતા માટે ઘેર ઘેર સમ્યજ્ઞાનનો અભ્યાસ વધે તે ખૂબ જ જરૂરી છે.
જ્ઞાનાભ્યાસ માટેનાં વિદ્યાલયો એ જૈન શાસનના ભવ્યભાવીના અનિવાર્ય આધારસ્તંભો છે.
જો ન હોત શ્રેયસ્કર મંડળ જેવી સંસ્થા,
અને ન હોત જો યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા જેવી જ્ઞાનની પરબો તો આજે કેટલી જૈન પાઠશાળાઓ અસ્તિત્વમાં હોત ? આજે ૯૦ ટકા પાઠશાળાઓ આ પાઠશાળાએ આપેલા અધ્યાપકોના અડિખમ આધારે જ ચાલી રહી છે.
એથીયે આગળ વધીને કહીએ તો આ સંસ્થા અને આ પાઠશાળાને મીની જૈન શાસન કે જૈનશાસનના પ્રાણ જ કહેવા પડે, કારણ કે તેણે સેંકડો સાધુઓની અને અનેક જાજ્વલ્યમાન નક્ષત્ર જેવા ધુરંધરશાસનપ્રભાવક આચાર્ય ભગવંતોની ભવ્ય ભેટ આ જૈનશાસનને આપી છે.
આવી અદ્ભુત અણમોલ સંસ્થાને તેના ૧૦૦ વરસના સુવર્ણમહોત્સવ પ્રસંગે લાખો ક્રોડો ધન્યવાદ, અભિનંદન અને આશીર્વાદ પાઠવીએ છીએ.
સેંકડો નહીં બલ્કે હજારો વર્ષો સુધી જૈનશાસન તમારી અણમોલ સેવાને નહીં ભૂલી શકે. – વિજયપ્રેમસૂરિના ધર્મલાભ
સૌજન્ય : શ્રી મુક્તિલાલ ખીમચંદ કોઠારી, રાધનપુર
૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org