________________
આવતાં 100 વર્ષમાં આ સંસ્થાને કેવી રીતે વેગવંતી બનાવી શકાય તેની વિચારણા વડીલોએ, વિદ્વાનોએ, શ્રમણ સંસ્થાએ કરવાની ખાસ જરૂર છે.
દુનિયાના વ્યવહારમાં દરેક સ્થાને પ્રવૃત્તિમાં કાયાપલટ થયેલ આપણે નજરે નિહાળીએ છીએ. દુનિયામાં જોવા જઈશું તો ગાદીના સ્થાને ખુરસીઓ આવી છે. ગ્રાહકના માટે કાઉન્ટર માલના પેકિંગ બદલાયા. રસોઈમાં ટેબલ ખુરસી આવ્યા. હિસાબ માટે કૉપ્યુટર આવ્યાં. શિક્ષણક્ષેત્રે પલટી લીધી છે.
તેમ આ સંસ્થા સમયાનુસાર કાયાપલટની આવશ્યકતા માગે છે. વિદ્વજ્જનો આ વિષય ઉપર દીર્ધદષ્ટિ વાપરી માર્ગદર્શન આપશે એવી આશા સાથે વિરમું છું. અધ્યાપકો માટે :
૧. ધાર્મિક અધ્યાપકની વાણી વર્તન વિચાર શ્રદ્ધાથી યુક્ત વીતરાગ કથિત હોવાં જોઈએ, જેથી અન્ય વ્યક્તિ દોષિત ન બનતાં ગુણગ્રાહી બને.
- ૨. શિક્ષકે અધ્યયન કરાવતાં પહેલાં બાલક-બાલિકા, ભાઈ-બહેનને તેમની ઉંમરનો બુદ્ધિનો, સ્મરણશક્તિનો તથા યોગ્ય પાત્રતાનો ખાસ વિચાર કરવો જોઈએ.
૩. અન્ય વ્યક્તિનું આત્મશ્રેય થતું હોય તો આપણો સ્વાર્થ તજીને સમયનો ભોગ આપીને પણ સહકાર આપવો જોઈએ.
૪. શિક્ષકની વાણી હિત-મિત, પથ્ય અને સેવ્ય હોવી જરૂરી છે. વાણી મર્યાદિત સાર વિશાળ.
૫. આપણી વેશભૂષા એવી હોવી જોઈએ કે જેના નિમિત્તથી સામેની વ્યક્તિ ઉપર પ્રભાવ પડે, અને સદાચારોનું પાલન કરતો થાય.
૬. અધ્યાપક અધ્યાપકનું સ્થાન મળ્યા પછી, શિક્ષણ અનુસાર વર્તન કરવું જોઈએ.
૭. વિદ્યાર્થી અવસ્થાનું બાલક-બાલિકાનું માનસ કોરા કાગળ જેવું છે તેથી શિક્ષક પોતાના આચરણ દ્વારા તેના માનસ ઉપર સારી છાપ પાડી શકે છે અને તે ભૂંસાતી નથી. આ જીવનઘડતરનું પ્રથમ સોપાન છે.
૮. ગુરુ એ પિતા છે. ગુરુપત્ની એ માતા છે. માટે ધાર્મિક શિક્ષકોએ બાલક-બાલિકાઓ પ્રત્યે વાત્સલ્યભાવનું વર્તન રાખવું જોઈએ.
૯. જેવા ભાવથી આશીર્વાદ લેવા જ ભાવની સફળતા પ્રાપ્ત થાય છે.
૧૦. શિક્ષક એ ફૂલનો છોડ છે. બાલક-બાલિકા સુવાસના ગ્રાહક છે. જેવું ફૂલ તેવી સુગંધ, જેવું શિક્ષકનું જીવન તેવું જ બાલકનું જીવનઘડતર.
૧૧. બાલક-બાલિકા એ એક અરીસો છે જેવું માત-પિતા, શિક્ષક-શિક્ષિકાનું આચરણ તેવું જ પ્રતિબિંબ અરીસામાં પડે છે.
૧૨. તમો મોટાઈની ઇચ્છા ન રાખતાં બીજાને મોટાઈ આપતાં શીખો જેથી તમારું માનસિક બોધરેશન ઘણું જ ઘટી જશે અને તમો ફૂલ જેવા હળવા થઈ જશો.
૧૭
સૌજન્ય : શ્રી અશોકકુમાર નાનાભાઈ મરચન્ટ, કાંદીવલી મુંબઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org