________________
મારી માતૃસંસ્થા અને હૃદયોદ્ગાર કાન્તિલાલ પ્રેમચંદ વોરા (સમીવાળા)
શ્રી પરમાત્મા મહાવીરદેવના શાસનમાં અનેક મહાપુરુષો થઈ ગયા છે જેનો ઇતિહાસ લખવામાં વર્ષોનાં વર્ષો વીતી જાય છતાં તેમના સંસ્મરણની નોંધ ઈતિહાસકારોએ કરેલી છે. એવી જ એક નોંધનું અવસરોચિત ગુણાનુવાદના લેખનથી દર્શન કરીએ.
મહેસાણાના વતની શ્રીમાનું શ્રેવિર્ય, શ્રદ્ધાસંપન્ન સુશ્રાવક શેઠ શ્રી વેણીચંદ સુરચંદ જેઓના હૃદયમાં જૈનશાસન વસેલું હતું. રગેરગમાં શ્રદ્ધાનો દીવડા પ્રકાશ પાથરતો હતો, તત્ત્વજ્ઞાનના દીપકથી અનેક દીવડાઓ પ્રગટાવી જૈનશાસનમાં રસિયા બનાવી, જૈન સમાજને તત્ત્વજ્ઞાનનું મિષ્ટાન્ન ભોજન પીરસી જિનવાણીનું અમૃતપાન કરાવી, તૃપ્ત કરવાની ભાવના હતી. આવા દયાળુ, ક્ષમાવાન પરોપકારી વાત્સલ્યમૂર્તિ શ્રી વેણીચંદભાઈ હતા.
વ્યાખ્યાન શ્રવણ, તત્ત્વજ્ઞાનની ચર્ચા, સદગુરુના સમાગમમાં રહેવું, આવા દૈનિક કાર્યક્રમો તેમના જીવનમાં મહત્ત્વના હતા. સદ્દગુરુની આજ્ઞાથી જીવનમાં સ્કૂર્તિ આવી અને આશીર્વાદ મળ્યા. તમો એક આ મહાન કાર્ય કરો. તમારા માટે કરવા યોગ્ય શાસનસેવાનું આ ઉત્તમોત્તમ શ્રેયસ્કર કાર્ય છે.
સદ્દગુરુના સ્વમુખેથી નીકળેલા આ અમૃત તુલ્ય શબ્દોને વધાવી ૧૦૦ વર્ષ પહેલાં વિક્રમ સંવત ૧૯૫૪ કારતક સુદ ૩ ના દિવસે શ્રીમદ્યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા આ સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થાની સ્થાપના એટલે સમ્યજ્ઞાનની પરબ મહેસાણામાં સર્વપ્રથમ થઈ. ખરેખર સ્ટેશનથી ગામમાં આવતાં પહેલું મંદિર, પછી પાઠશાળા અને છેલ્લે ઉપાશ્રય. જાણે દર્શન-જ્ઞાનચારિત્ર.
મહોપાધ્યાય યશોવિજયજી આ નામ-નામકરણ વિધિમાં કેમ આવ્યું ? સ્વાભાવિક પ્રશ્ન થાય. આ મહાપુરુષે યુક્તિવાદોથી સભર સાપેક્ષવાદના અનેક ગ્રંથોની રચના કરી શાસનના શરણે સમર્પિત કરી. શાસનની પ્રભાવના કરેલી છે તેથી જ તેઓશ્રીનું નામ જોડાયું હશે.
સાધુસંસ્થા એ વહેતી જ્ઞાનગંગા છે. ભારતના ખૂણે ખૂણે ગંગા પહોંચે એ અશક્ય તેથી જ તેઓએ આ જ્ઞાનગંગા ચારે દિશામાં મહારાષ્ટ્ર, આંધ્ર-કર્ણાટક-તામિલનાડુ-ગુજરાત-સૌરાષ્ટ્રમારવાડ-કચ્છ આદિ અનેક દેશોમાં ફેલાય – આ હેતુ લક્ષમાં રાખી સંસ્થાની સ્થાપના કરી.. કેવી તેઓની દીર્ધદષ્ટિ ?
સૌજન્ય : શ્રી નિખિલકુમાર રમેશચંદ્ર શાહ, ખંભાત
(૧૭૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org