________________
પાઠશાળાઓની આવશ્યકતા
કાન્તિલાલ ભૂધરદાસ શાહ (કુવાળા)
સર્ણન જ્ઞાન વરિત્રણ મોક્ષમ - સમ્ય દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે સાથે મળીને મોક્ષમાર્ગ છે.
અનાદિકાળથી ભટકતો આત્મા જ્યારે પ્રબળપુણ્યરાશિના ઉદયથી માનવભવ પામે છે ત્યારે સાધવા જેવો માત્ર મોક્ષમાર્ગ છે, જે સભ્ય જ્ઞાન વિના કદાપિ શક્ય નથી. જ્ઞાઝિયાખ્યાં મોક્ષ: - ખરેખર જ્યાં સુધી જીવને સમ્યગૃજ્ઞાન નથી, નવતત્ત્વ-છ દ્રવ્ય-જગતનાં તત્ત્વોનું જ્ઞાન નથી-ત્યાં સુધી કઈ ક્રિયા તેને મોક્ષ અપાવે ? માટે જ બાલ્યાવસ્થાથી જ બાલસંસ્કરણ દ્વારા ધર્મજ્ઞાનનું સિંચન કરાય છે.
પરમતારક પ્રભુ મહાવીરનાં વચનો- ગણધરોએ ઝીલ્યાં ને તે શાસ્ત્રો તરીકે આપણને મળ્યાં. પણ તે કાળક્રમે બહુ જ થોડા પ્રમાણમાં આપણી પાસે રહ્યાં. તેટલું પણ ઉપલબ્ધ જ્ઞાન..શાસનરાગીઓની રગેરગમાં વહેતું રહે તે માટે મુખ્ય ત્રણ વ્યવસ્થાઓ-માધ્યમ આપણી પાસે છે.
(૧) પરમવંદનીય ગુરુભગવંતો દ્વારા પ્રવચન-અધ્યાપન-વાચના દ્વારા. (૨) માતા-પિતા, કૌટુંબિક વિદ્વાનો દ્વારા. (૩) પાઠશાળાઓ - જ્ઞાનશાળાઓ - વિદ્યાલયો દ્વારા
આ માધ્યમોમાં સૌથી ઉત્તમ માર્ગ-પરમવંદનીય ગુરુભગવંતોની નિશ્રા-પ્રવચન દ્વારા બહોળા શ્રોતાવર્ગને આવરવાનો હોઈ તે માર્ગ વિશેષ-જ્ઞાનપ્રદાનનો માર્ગ નથી. પણ વાચના દ્વારા ઉત્તમ જ્ઞાનપ્રદાન ગુરુભગવંતો દ્વારા કરાય છે. અને તે દ્વારા ચતુર્વિધ સંઘને જ્ઞાનવંત બનાવાય છે. પરંતુ સાધુ ભગવંતની આચાર મર્યાદા-ચાતુર્માસ પરિવર્તન-વિવિધ સંઘપ્રવૃત્તિઓમાં વધુ પડતી વ્યસ્તતા જેવાં કારણોસર વિપુલ જૈન સમાજને અધ્યયનનો લાભ મળતો નથી.
બીજું માધ્યમ માતા-પિતા-કૌટુંબિક વિદ્વાનોની અધ્યાપન પ્રવૃત્તિ પણ આજના કાળમાં એ લોકોનું યોગદાન નામશેષ બન્યું છે. માતા-પિતાનું ખૂટતું અજ્ઞાન-આધુનિકવાદ-ડગમગતી શ્રદ્ધાસંસારપ્રેમ વગેરે કારણોસર કૌટુંબિક જ્ઞાન-પ્રદાન લગભગ બંધ જેવું જ છે.
૧૬૬]
સૌજન્ય : સ્વ. તારાબેન ચીમનલાલ મંગળદાસ મહેતા, વિસનગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org