________________
(૧૪) શૌચ, સ્થિરતા, નિર્દભતા, વૈરાગ્ય, આત્મનિગ્રહ કરવો. (૧૫) સંસારની અજ્ઞાનતાનું ચિંતન કરવું. (૧૬) દેહની વિરૂપતા વિચારવી. (૧૭) ભગવાન પ્રત્યે ભક્તિ રાખવી. (૧૮) એકાન્ત પ્રદેશનું સેવન કરવું. (૧૯) સમ્યક્તને સ્થિર રાખવું. (૨૦) પ્રમાદરિપુનો વિશ્વાસ ન કરવો. (૨૧) આત્મતત્ત્વને ધ્યેય માનવું. - (૨૨) સર્વત્ર આગમ પ્રમાણ જ શ્રેષ્ઠ માનવું. (૨૩) કુવિકલ્પ ત્યાગવા. (૨૪) વૃદ્ધજનોનો માર્ગ આચરવો. (૨૫) તત્ત્વનો સાક્ષાત્કાર કરવો. (૨૬) આત્માનંદથી પૂર્ણ થવું.
આ હિતશિક્ષા યોગમાર્ગના સાધક માટે તો ઉપયોગી છે પરંતુ સામાન્ય માનવી પણ જીવનમાં ઉતારે તો ખૂબ જ સુંદર જીવન જીવી શકે. આજેય આ વાણી પ્રસ્તુત છે. આ આખાય અધિકારમાં વર્ણવેલી વિગતો મહાયોગીના અનુભવમાંથી નીપજેલું નવનીત છે. તેનું ચિંતન, મનન અને નિદિધ્યાસન આત્મોન્નતિકારક છે.
આવા ઉપનિષદ્ જેવા શ્રેષ્ઠ ગ્રંથ રચયિતા ઉપાધ્યાયજી મહારાજને કોટિ કોટિ વંદન.
(૧૪૪)
સૌજન્ય : શ્રી બાબુલાલ અમૃતલાલ શાહ, અમદાવાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org