________________
આલંબનની આવશ્યકતા :
ત્રીજી અવસ્થામાં મન આલંબન દ્વારા ધ્યાન માર્ગે આગળ વધે છે. શુભ આલંબન અને શુભધ્યાન દ્વારા આનંદનો કંઈક આસ્વાદ માણે છે. શુભ આલંબન મળતાં મન બાહ્ય આલંબનોથી દૂર હટે છે. વળી શુભ ધ્યાન દ્વારા વૃત્તિઓ લય પામતી જાય છે છેવટે મન સંપૂર્ણ શાંત થઈ જાય છે. જેમ ઈન્જન વગર અગ્નિ શાંત થાય છે તેવી જ રીતે બાહ્ય આલંબન વગર મન લય પામે છે, શાંત થઈ જાય છે. માટે ત્રીજી અવસ્થામાં આલંબનની આવશ્યકતા જણાવી છે તે ધ્યાનમાર્ગના પથિક માટે આદરણીય છે, અનુમોદનીય છે. અવરોધક પરિબળો :
પૂર્વકાલીન મલિન સંસ્કારોને કારણે યોગમાર્ગે આગળ વધતા આત્માને અનેક આપત્તિઓ તો આવે જ. બાહ્ય આપત્તિઓ તો ટાળી શકાય પરંતુ આન્તરિક શત્રુઓ ઉપર વિજય મેળવવો દુષ્કર છે. ઉપાધ્યાયજી મહારાજે સ્વાનુભવ દ્વારા ઉદ્ઘોષણા કરી છે કે સાધકે શોક, મદઅભિમાન, કામવિકાર, મત્સર-ઈર્ષા, કલહ-વાગ્યુદ્ધ, કદાગ્રહ, વિષાદ, વૈરવૃત્તિ – આ બધાં અવરોધક પરિબળો શત્રુ જેવાં છે. તેનાથી સતત બચતા રહેવું. જ્યોતિ દર્શન -
મન જ્યારે શાંત થઈ જાય છે, ચિત્તની વૃત્તિઓ લય પામી જાય છે. ત્યારે આત્તર જ્યોતિનાં દર્શન થાય છે. આ જ્યોતિના પ્રકાશથી અવિદ્યા અને મોહના અંધકારનો નાશ થઈ જાય છે. અન્ય દર્શનોમાં આ અવસ્થાને આત્મસાક્ષાત્કારની અવસ્થા તરીકે વર્ણવી છે. અહીં માનસિક જડતા દૂર થઈ જાય છે. અને આત્મિક ગુણોની અનુભૂતિ થવા લાગે છે. આથી જ આવી અવસ્થાને અધ્યાત્મસાર ગ્રંથમાં અંતરાત્મદશા જણાવી છે. આ દિશામાં જીવ ધીરે ધીરે પરમાત્મા પ્રતિ પ્રયાણ આદરે છે.
અવસ્થા ભેદથી આત્માના ત્રણ પ્રકાર વર્ણવવામાં આવ્યા છે.
(૧) બહિરાત્મા - વિષય અને કષાયના આવેશમાં અટવાયેલો તત્ત્વ વિશે અશ્રદ્ધા ધરાવનાર, ગુણો પ્રતિ દ્વેષ ભાવ રાખનાર, આત્મતત્ત્વને ન જાણનાર અને કાયાને જ આત્મા તરીકે સ્વીકારનાર બહિરાત્મા છે.
(૨) અત્તરાત્મા :- તત્ત્વશ્રદ્ધા ધરાવનાર, જ્ઞાનવાનું, મહાવ્રત ધારણ કરનાર, અપ્રમાદી અને મોહનો જય કરનાર આત્મા અત્તરાત્મા છે. જ્ઞાન, દર્શન, અને ચારિત્રરૂપી રત્નત્રયીનો ધારક આત્મા અન્તરાત્મા છે.
(૩) પરમાત્મા - કેવળજ્ઞાન ધારણ કરનાર, મન, વચન અને કાયાના યોગોનો નિરોધ કરનાર, સર્વ કર્મનો ક્ષય કરી સિદ્ધશિલા ઉપર નિવાસ કરનાર પરમાત્મા છે.
વિવેક યુક્ત માણસ બ્રહ્મત્વને પામે છે. બહિરાત્મ દશા છોડી અંતરાત્મ દશા પામી અને
૪િ૨)
સૌજન્યઃ શ્રી રમણલાલ ડાહ્યાભાઈ શાહ, અંબાસણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org