________________
ઉપાધ્યાયજી મહારાજે પ્રબુદ્ધ સાધકને નજર સમક્ષ રાખી રચેલ જ્ઞાનસાર ઉત્તમ કોટીનો ગ્રંથ છે. જ્ઞાનસારમાં ૩૨ વિષયો ઉપર નવનીત સમાન આઠ-આઠ શ્લોક રચવામાં આવ્યા છે જ્યારે
અધ્યાત્મસારમાં અધ્યાત્મમાર્ગે આગળ વધનાર સાધકને ઉપયોગી થાય તેવા વિષયો ઉપર વિસ્તૃત ચિંતન રજૂ કરવામાં આવેલ છે.
મોક્ષાભિલાષી આત્માર્થી જીવો માટે આ બંને ગ્રંથો ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડે છે. આ ગ્રંથોમાં આત્મા વધુ નિર્મળ બનીને પૂર્ણ બને તે માટેના ઉપાયોનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં જણાવ્યું છે તેમ જ્ઞાનસ્થ તં વિરતિ: જ્ઞાનનું ફળ વિરતિ છે તેવી જ રીતે આ બંન્ને ગ્રંથ દ્વારા વિરતિની વાત કરવામાં આવી છે. વિરતિ કોને કહેવાય અને કેવી રીતે પ્રાપ્ત થાય છે. તેનું સુંદર ધ્યાન આ ગ્રંથોમાં કરવામાં આવ્યું છે. આથી જ સંયમી આત્માર્થી જીવોને આ બંને ગ્રંથો અતિપ્રિય છે, તેને મોઢે કરે છે અને પ્રતિદિન પારાયણ પણ કરે છે. આ બંને ગ્રંથોમાં ઉપાધ્યાયજીએ પોતાને થયેલ અનુભવની વાત જણાવી છે. બીજી બધી વાતમાં સાધકને અલ્પ સાધનો સહયોગી બની શકે પણ સાધના માટે તો સાધકે સ્વયં પુરુષાર્થ કરવો પડે છે. આ સાધના કરતાં કરતાં જીવને જે અનુભવ થાય છે તે તો જગતના અન્ય કોઈ પણ અનુભવ કરતાં શ્રેષ્ઠ અને ચડિયાતો હોય છે. તેની ઉપમા આપી ન શકાય તેવો શ્રેષ્ઠ અનુભવ સાધકને થાય છે. આવા સ્વાનુભવની વાત અષ્ટકમાં તથા અધ્યાત્મસારમાં કરેલી છે. કલિકાલ-સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્ર નામના ગ્રંથમાં સ્વાનુભવકથન નામક પ્રકાશમાં નિજાનંદની મસ્તી પામવાની પ્રક્રિયા દર્શાવી છે. તેમણે મનને જીતી તેના સ્વામી બનવા માટેની સુંદર ચર્ચા કરી છે. યોગીઓ યમનિયમ-આસન-પ્રાણાયામ કરે પરંતુ મન ન જિતાયું હોય તો બધું જ નિરર્થક છે. મનને જીત્યા પછી બધી પ્રક્રિયા નિરર્થક છે. માટે મન જ જીતવું શ્રેયસ્કર છે. આથી ઉદાસીન ભાવ દ્વારા મનની વિષયોન્મુખતા દૂર કરી આત્મોન્મુખતા તરફ જવાની સુંદર રજૂઆત કરી છે. ઉપાધ્યાયજી મ. સા. સામે આ ગ્રંથ હશે તેમણે પણ ચિત્તની વૃત્તિઓ ઉપર વિજય મેળવવાની જ વાત કરી છે. છતાંય કેટલીક નવી વાતો કરી છે જે સાધકોને ઉપયોગી છે.
જ્ઞાનસારના અનુભવઅષ્ટકમાં અનુભવની મહત્તા વર્ણવતાં જણાવ્યું છે કે સમસ્ત શાસ્ત્રોનું કર્તવ્ય તો માત્ર દિશાદર્શન કરાવવાનું છે. સંસારસમુદ્રથી પાર પામવા માટે તો અનુભવ જ અગત્યનો ભાગ ભજવે છે. આત્મા તો ઇન્દ્રિયોથી પર છે. ઇન્દ્રિયાતીત છે, તેનો અનુભવ શાસ્ત્રની યુક્તિ-પ્રયુક્તિથી થઈ શકતો નથી. આત્માનો અનુભવ સ્વાનુભવથી જ શક્ય છે. માટે કહે છે કે માત્ર કલ્પનાના ઘોડા દોડાવવાથી, તર્કો અને વિતર્કો કરવાથી શાસ્ત્ર રૂપી પરમાન્નનો આસ્વાદ માણી શકાતો નથી. આ વાતને એક સુંદર ઉપમા આપી સ્પષ્ટ કરી છે કે તર્કો રૂપી કડછીને પરમાત્રના આસ્વાદનો ક્યારેય ખ્યાલ આવતો નથી, ૫૨માન્નની મધ્યમાં રહેવા છતાં તે તેની અનુભૂતિ કરી શકતી નથી. તેની અનુભૂતિ માટે તો અનુભવ રૂપી જીભની જરૂર પડે છે. જેની પાસે અનુભવ જિહ્વા હોય છે તે આસ્વાદ માણી શકે છે. માટે જ પુસ્તકોથી, વાગ્વિલાસથી કે વાદવિવાદથી બ્રહ્માનુભૂતિ થઈ શકતી નથી, બ્રહ્માનુભૂતિ તો સાક્ષાત્ અનુભવદૃષ્ટિથી જ થઈ શકે. અંતે ઉપાધ્યાયજી મહારાજ જણાવે છે કે માત્ર શુષ્ક શાસ્ત્રજ્ઞાનીને તો શબ્દ બ્રહ્મનો બોધ થઈ
સૌજન્ય : શ્રી ધીરજબેન રતિલાલ સલોત, પાર્લા મુંબઈ
|૧૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org