SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તર્કભાષા : આગમિક અને દાર્શનિક પદાર્થોનો સુભગ સમન્વય મુનિ ઉદયવલ્લભવિજય મૃત્યુ પછી પણ દાયકાઓ અને સૈકાઓ સુધી પોતાનાં કાર્યો અને કૃતિઓ દ્વારા અમર રહી જનારી વિરલ વિભૂતિઓની પ્રથમ પંક્તિમાં મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાનું નામ નિશ્ચિત રીતે આવે. ત્રણ સૈકાઓ પૂર્વે થઈ ગયેલી એ પુણ્યમૂર્તિ જિનશાસનમંજૂષાનું એક ઝગમગતું ઝવેરાત છે. તેમના ગ્રન્થોનો બહુભાગ તો કાળના ખપ્પરમાં હોમાઈ ગયો પણ જે ગણતરીના ગ્રન્થો ઉપલબ્ધ છે તેને જોતાં પણ અલભ્ય ગ્રન્થો પ્રત્યે લુબ્ધ બની જવાય છે. તેમના રચેલા તમામ ગ્રન્થોના માત્ર ગ્રન્થાગ્રમ્ પણ જો મળી જાય તો તેમના જીવનપર્યાયના દિવસો સાથે સરખાવવાથી પ્રતિદિન કેટલા સેંકડો શ્લોકોની તેઓ સરેરાશ રચના કરતા હશે તેનો રસપ્રદ અંદાજ કાઢી શકાય. શાસ્રસર્જન દ્વારા તેમણે તેમના અનુગામી સંઘ ઉપર કરેલા ઉપકારનું વર્ણન કરવા તેમનાં શાસ્ત્રો જેટલું જ બીજું લખાણ કરવું પડે. તેઓશ્રીના જીવનકથન અંગેની ઘણી માહિતીઓ અનેક સ્થળોએ ઉપલબ્ધ છે. એક રીતે તેમના રચેલાં શાસ્ત્રો એ જ તેમનું ખરું ચરિત્ર છે. તેમની પ્રતિભા સર્વતોમુખી હતી તે વાતનો અનુભવ તેઓશ્રીના રચેલા ગ્રન્થોની સૂચિ જોતાં જ સહજ થઈ જાય છે. તર્કગ્રન્થો, કાવ્યગ્રન્થો, અલંકાર-છંદ વિષયક ગ્રન્થો, કર્મપ્રકૃતિટીકા, આગમ-અધ્યાત્મ-યોગ વિષયક ગ્રન્થો, પ્રકરણ ગ્રન્થો, આચાર વિષયક ગ્રન્થો, કોઈ વિષયક્ષેત્ર એવું બાકાત રહેવા પામ્યું નહીં હોય જ્યાં તેઓશ્રીએ નોંધપાત્ર પ્રદાન ન કર્યું હોય. તેમાંય ક્યાંક ખંડનાત્મક, ક્યાંક પ્રતિપાદનાત્મક, તો ક્યાંક અદ્ભુત સમન્વયાત્મક શૈલી... તેઓશ્રીના ગ્રન્થોની એક વિશેષતા એ છે કે અન્યકર્તૃક ગ્રન્થો કરતાં સરખામણીમાં અધ્યેતાને તે કઠિન લાગે. તેનું કારણ એ છે કે દાર્શનિક વિષય એ તેઓના ગ્રન્થોનો મુખ્ય અભિધેય રહેતો. વળી, ‘શબ્દસંકોચ અને અર્થગાંભીર્ય' આ તેમની દરેક કૃતિની દરેક પંક્તિની ખાસિયત છે. પરિમિતપદપ્રયોગથી જ પ્રભૂતપદાર્થોનું પ્રગટીકરણ, એકાદ મન્તવ્યનું નિરસન કરતા આનુષંગિક રીતે જ ‘એતેન’ ઇત્યાદિ પદથી અનેક મતાંતરોનું નિરસન સૂચિત કરી દેવાની જબરી હથોટી, પ્રાકૃતન ગ્રન્થોની પંક્તિઓના રહસ્યાર્થને ખોલીને એમાં કંઈક સ્વકીય અભિનવ ઉન્મેષની પ્રસાદી ભેળવીને સુલલિત અને રસાળ રજૂઆતશૈલી દ્વારા પદાર્થને તાંબૂલ જેવો સ્વાદુ બનાવવાની પ્રચંડ પ્રતિભા, પૂર્વાચાર્યોના સાક્ષિપાઠકોને અનેક જગ્યાએ ટાંકીને ઠોસ રજૂઆત કરવાની અનોખી કળા....આ બધી તેમના ગ્રન્થોની લાક્ષણિક વિશેષતાઓ છે, જે પ્રસ્તુત સૌજન્ય : શ્રી રસિકલાલ મોહનલાલ પત્રાવાળા, મુંબઈ ૧૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001098
Book TitleShatabdi Yashogatha
Original Sutra AuthorN/A
AuthorJain Shreyashkar Mandal, Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1998
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy