SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ સુકર છે પણ વિષયોના ત્યાગ પછી તપ-ત્યાગના માધ્યમે જયારે લબ્ધિઓની પ્રાપ્તિ થાય તેમ જ લોકમાં ઉત્કર્ષ વધવારૂપ ગુણોની પ્રાપ્તિ થાય તેમાં મદને ન ધારતાં વૈરાગ્યદીપ ઝળહળતો રાખવો તે દુષ્કર કાર્ય છે. એટલે ગુણસંબંધી વૈરાગ્ય “પર” (ઉત્કૃષ્ટ) છે તેમ જ સમતાભાવમાં ચારિત્રભાવ છે તેમ દર્શાવતા આ ગ્રંથમાં કહ્યું છે “ચરિત્રપુરુષપ્રા: સમતારા રાતા ચ | નનાનુભાવનાસ્તા મરણોત્સવ એટલે કે જેમ કોઈ માણસ મૃત્યુને પામે તો હજારોની સંખ્યામાં ત્યાં લોકો ભેગા થતા દીસે છે. તેમ સાધકપંથે રહેલ મહાત્મા જો વિષમતાનો શિકાર થઈ સમતારૂપી પ્રાણને ખોઈ બેસે અર્થાત્ લોકોત્કર્મને ભેટવા જ વારંવાર મથે અને ચરણકરણાનુયોગને ગૌણ કરે તો ત્યાં પણ અનેક લોકોનું ટોળું ભેગું થાય તેમાં શી નવાઈ ? એટલે કે લોક-સરાહનામાં સાધકાત્માએ સંતોષ માની બેસી ન રહેવું... વિષ: કિં પરિત્યારે નાર્તિ મમતા '' જેમ કંચુક (કાચલી) ના ત્યાગથી સર્પ ઝેર રહિત બનતો નથી તેમ માત્ર વિષયોનો ત્યાગ કરવાથી ત્યાગી બનાતું નથી પણ સાથે સાથે તત્સંબંધી મમત્વ-ગાઢ મૂઢત્વનો પરિત્યાગ અતિઆવશ્યક છે... તે જ મુક્તિનું અવંધ્ય કારણ છે... એક બાજુ નિશ્ચય વાપરી, કટુ ઔષધરૂપી હિતશિક્ષાનું આપાદન પ્રસ્તુત ગ્રંથમાં કર્યું છે તો બીજી બાજુ વ્યવહારનયનું આલંબન લેતા અતિ ઉમદા તેમ જ મર્મભેદી શ્લોકરૂપી અમૃતઝરણાં પણ નિસાર્યા છે જેમ ગુજ્ઞાતિચે... ઇત્યાદિ શ્લોક વડે કહ્યું છે કે ગુરુ આજ્ઞાની પારતત્યતા સ્વીકાર કરવા વડે અલ્પમેધાવી, જો દ્રવ્યદીક્ષા (વેશમાત્ર) પણ લે તો તે વર્ષોલ્લાસના ક્રમે, ઉત્તરોત્તર સંયમ અંગેની શુદ્ધિનું આચમન કરતો અવશ્ય મોક્ષાભિમુખ થાય છે-ખરેખર, દ્રવ્યદીક્ષાની અવગણના કરનારને કેવી શિક્ષા કરેલ છે... આમાં તો એટલે સુધી કહ્યું છે કે પરમાત્મોપદિષ્ટ શુદ્ધમાનો અનુરાગી હોય અને બહુશ્રુતજનોની-ગુણીજનોની પરતંત્રતા જેના ચિત્તમાં હોય તો તે અન્ય દર્શનનું બાહ્યાચરણ કરવા છતાં તેના વિરોધ માટે થતું નથી અર્થાત્ મિથ્યાત્વ, કષાય વગેરેની મંદતા લાવનારું બને છે-કારણ કે તે વ્યવહારમાત્ર જૈન ધર્મનું આચરી શકતો નથી પણ આડકતરી (Invisibly) રીતે તો સર્વજ્ઞવીતરાગના શુદ્ધ માર્ગને જ ચાહે છે... તક મળતાં અને એવા કોઈ સદ્ગુરુનો સમાગમ થતાં અવશ્ય સસ્પંથે વિહરશે.. પ્રસ્તુત ગ્રંથમાં આ રીતે અનાદિકાલીન કુવાસનાઓના કુસંસ્કારોથી કલુષિત કાબરચીતરી કુસરિતા રૂપી ચિત્તવૃત્તિને નિર્મળ કરવા રૂપ અનેક વૈરાગ્યસભર શ્લોક-હારમાળાઓ ટાંકી છે. તેમ જ ચપળસ્વભાવી મનને એકાગ્રતા (પ્રણિધાન)નું, આપાદન કરવારૂપ, દ્રવ્યાનુયોગ રૂપે (અન્ય મતને નિરસન કરવા રૂપ) અનેક શ્લોકો પણ રચ્યા છે... જે આપણા સમ્યક્તરત્નની શુદ્ધતા માટે છે... કદાચ મેળવેલ જ્ઞાન અહીં રહી જાય તેમાં પરલોકની ભજના છે, પણ તેના માધ્યમે પ્રાપ્ત કરેલ “સમકિતદષ્ટિપણું' તો અવશ્ય પરલોકે પણ સાથે લઈ જઈ શકાય છે... ખરેખર આ ગ્રંથનું જો વારંવાર રટણ, મનન, ચરવિચર કરવામાં આવે તો વિચારોની વિશદતા અને વિશુદ્ધિતા, સંયમ અંગેની સુશીલતા અને સુકરતા, આચારપાલન વિષેની આલાદકતા ને અનુપમતા, ગુણ વિશેની ગાંભીર્યતા ને ગ્રાહકતાદિ અનેક મોક્ષ અંગેના લાભો ૧ ૨૨ સૌજન્ય : શ્રી અરૂણ પોપટલાલ મણિયાર, કોલ્હાપુર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001098
Book TitleShatabdi Yashogatha
Original Sutra AuthorN/A
AuthorJain Shreyashkar Mandal, Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1998
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy