SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મધ્યાનયોગનો વિચાર કર્યો છે. આ યોગ સર્વશાસ્ત્રનો સાર છે. તેથી આ યોગને મુખ્ય કરી અંતર્મુખ પ્રયત્ન કરવો જ હિતાવહ છે. આનાથી તથાભવ્યત્વ પરિપાક, મોક્ષપ્રાપ્તિ આદિ ઉચ્ચ કક્ષાની પ્રાપ્તિ થાય છે. જેમ આ યોગ પરિણત થાય છે. તેમ તેમ ઉત્તરોત્તર આનંદની અભિવૃદ્ધિ થાય છે. અધ્યાત્મધ્યાનયોગથી પરિણત આત્માઓ જીવનમુક્ત પદને યોગ્ય હોય છે. ગ્રન્થના અંતે જિનવાણીનું નવનીત એક જ શ્લોકમાં પૂજ્યપાદ શ્રી ફરમાવે છે. વધારે શું? જેમ રાગ-દ્વેષ શીધ્ર વિલીન થઈ જાય તેવી રીતે પ્રયત્ન કરવો એ જ જિનાજ્ઞા છે. આપણે બધા આત્માના કટ્ટર દુશ્મન રાગદ્વેષથી મુક્ત થવા માટે મહાસંગ્રામ કરી વિજયી બની સાચા જિન, વીર, વીતરાગ, મહાવીર બનીએ. એ જ જિનેશ્વર પરમાત્માનાં પાદ-પલ્મો કોટિ-કોટિ વંદના સાથે પ્રાર્થના.. અભ્યર્થના...મંગલ કામના... जो सहस्सं सहस्साणं, मासे मासे गवं दए । तस्स वि संजमो सेयो, अदिन्तस्स वि किंचण ॥ જે કોઈ માણસ ભલેને મહિને મહિને લાખ લાખ ગાયોનું દાન કરે, તેના કરતાંય જે માણસ કશુંય દાન નથી કરતો પણ પોતાની જાતને સંયમમાં રાખે છે તે જ શ્રેય છે. ૧ ૨૦ સૌજન્ય : શ્રી ખુમચંદ રતનચંદ પરિવાર, મુંબઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001098
Book TitleShatabdi Yashogatha
Original Sutra AuthorN/A
AuthorJain Shreyashkar Mandal, Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1998
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy